ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે શીખ ધર્મના નવમા ગુરુ, 'હિંદ કી ચાદર', ગુરુ તેગ બહાદુરજીને તેમના 350મા શહીદી દિવસ પર શ્રદ્ધાંજલિ આપી
ગુરુ તેગ બહાદુરજીએ ઊંડો આધ્યાત્મિક અભ્યાસ કર્યો, પવિત્ર ઉપદેશો આપ્યા અને ક્રૂર આક્રમણકારોથી આપણી સંસ્કૃતિ અને શ્રદ્ધાનું રક્ષણ પણ કર્યું
ગુરુ તેગ બહાદુરજી કાશ્મીરી પંડિતો માટે લડ્યા, ક્રૂર મુઘલોને પડકાર્યા અને ધર્મ ખાતર ઘણું બલિદાન આપ્યું
આજે પણ ગુરુ સાહેબજીની બહાદુરી, સંયમ, નિઃસ્વાર્થતા અને ભક્તિથી ભરપૂર બલિદાનની ગાથાને યાદ કરીને હૃદય ગર્વથી ભરાઈ જાય છે અને દેશની રક્ષા કરવાનો એક નવો સંકલ્પ આવે છે
प्रविष्टि तिथि:
25 NOV 2025 11:12AM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે શીખ ધર્મના નવમા ગુરુ, 'હિંદ કી ચાદર', ગુરુ તેગ બહાદુર જીને તેમના 350મા શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી આદરપૂર્વક યાદ કર્યાં.
'X' પર એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું, "ગુરુ તેગ બહાદુર જી શીખ ધર્મના નવમા ગુરુ, 'હિંદ કી ચાદર'ના 350મા શહીદ દિવસ પર હું તેમને નમન કરું છું અને શ્રદ્ધાંજલિ આપું છું."
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, "એક જ જીવનકાળમાં ગુરુ તેગ બહાદુર જી આધ્યાત્મિક સાધનામાં લીન રહ્યા., પવિત્ર ઉપદેશો આપ્યા અને ક્રૂર આક્રમણકારોથી આપણી સંસ્કૃતિ અને શ્રદ્ધાનું રક્ષણ કર્યું. તેઓ કાશ્મીરી પંડિતો માટે લડ્યા, જુલમી મુઘલોને પડકાર્યા અને ધર્મ ખાતર સર્વસ્વનું બલિદાન આપ્યું. ગુરુ સાહેબ જીની બહાદુરી, સંયમ, નિઃસ્વાર્થતા અને ભક્તિથી ભરપૂર બલિદાનની ગાથાને યાદ કરવાથી હૃદય ગર્વથી ભરાઈ જાય છે અને રાષ્ટ્રનું રક્ષણ કરવાનો નવો સંકલ્પ થાય છે."
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2193971)
आगंतुक पटल : 60
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada