ગૃહ મંત્રાલય
નક્સલવાદ મુક્ત ભારતની દિશામાં એક દ્રઢ પગલું
મોદી સરકારના નક્સલમુક્ત ભારતના સંકલ્પની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ઘટાડીને 3 કરવામાં આવી છે
ડાબેરી ઉગ્રવાદ (LWE)થી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા પણ 18થી વધુ ઘટાડીને માત્ર 11 કરવામાં આવી છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, આ વર્ષે કાર્યકારી સફળતાઓએ પાછલા તમામ રેકોર્ડને વટાવી દીધા છે, જેમાં 312 LWE કેડરને ખતમ કરવામાં આવ્યા છે
836 LWE કેડરની ધરપકડ કરવામાં આવી છે અને 1639 લોકોએ હિંસાનો માર્ગ છોડીને આત્મ સમર્પણ કરીને મુખ્ય પ્રવાહમાં સામેલ
મોદી સરકાર હેઠળ, રાષ્ટ્રીય કાર્ય યોજના અને નીતિના સખત અમલ દ્વારા, જે બહુ-પરિમાણીય અભિગમની કલ્પના કરે છે, નક્સલવાદી જોખમનો સામનો કરવામાં અભૂતપૂર્વ સફળતા મળી છે
મોદી સરકાર 31મી માર્ચ 2026 સુધીમાં નક્સલવાદી જોખમને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે
Posted On:
15 OCT 2025 4:57PM by PIB Ahmedabad
નક્સલમુક્ત ભારતનું નિર્માણ કરવાના મોદી સરકારના વિઝનની દિશામાં એક મહાન પગલું ભરતાં, નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 6 થી ઘટાડીને 3 કરવામાં આવી છે. હવે છત્તીસગઢમાં માત્ર બીજાપુર, સુકમા અને નારાયણપુર જ ડાબેરી ઉગ્રવાદ (LWE)થી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓ છે.
LWE પ્રભાવિત જિલ્લાઓની શ્રેણીમાં પણ સંખ્યાને 18 થી વધુ ઘટાડીને માત્ર 11 કરવામાં આવી છે. હવે માત્ર 11 જિલ્લાઓ ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત છે. મોદી સરકાર 31મી માર્ચ 2026 સુધીમાં નક્સલવાદી જોખમને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, આ વર્ષે કાર્યકારી સફળતાઓએ પાછલા તમામ રેકોર્ડને વટાવી દીધા છે, જેમાં 312 LWE કેડરને ખતમ કરવામાં આવ્યા છે, જેમાં સીપીઆઈ (માઓવાદી)ના જનરલ સેક્રેટરી અને અન્ય 08 પોલિટ બ્યુરો/સેન્ટ્રલ કમિટીના સભ્યોનો સમાવેશ થાય છે. 836 LWE કેડરની ધરપકડ કરવામાં આવી છે અને 1639 લોકો આત્મસમર્પણ કરીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. આત્મસમર્પણ કરનાર નક્સલવાદીઓમાં એક પોલિટ બ્યુરો મેમ્બર અને એક સેન્ટ્રલ કમિટી મેમ્બરનો સમાવેશ થાય છે.
મોદી સરકાર હેઠળ, બહુ-પરિમાણીય અભિગમની કલ્પના કરતી રાષ્ટ્રીય કાર્ય યોજના અને નીતિના સખત અમલ દ્વારા નક્સલવાદી જોખમનો સામનો કરવામાં અભૂતપૂર્વ સફળતા મળી છે. રાષ્ટ્રીય કાર્ય યોજના અને નીતિમાં ચોક્કસ ગુપ્ત માહિતી-આધારિત અને લોકો-મૈત્રીપૂર્ણ કાઉન્ટર ડાબેરી ઉગ્રવાદ (LWE) ઓપરેશન્સનો સમાવેશ થાય છે. આ પગલાંની સાથે સુરક્ષા શૂન્યાવકાશવાળા વિસ્તારો પર ઝડપી વર્ચસ્વ, ટોચના નેતાઓ તેમજ ઓવર ગ્રાઉન્ડ વર્કર્સને લક્ષ્ય બનાવવું, ખતરનાક વિચારધારાનો મુકાબલો કરવો, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ અને કલ્યાણકારી યોજનાઓનું સંતૃપ્તિ, નાણાંના સ્ત્રોત બંધ કરવા, રાજ્યો અને કેન્દ્ર સરકારો વચ્ચે સુધારેલું સંકલન અને માઓવાદી સંબંધિત કેસોની ઝડપી તપાસ અને કાર્યવાહીનો સમાવેશ થાય છે.
જેને 2010 માં તત્કાલિન પ્રધાનમંત્રી દ્વારા એક સમયે ભારતનો “સૌથી મોટો આંતરિક સુરક્ષા પડકાર” કહેવામાં આવતો હતો, તે નક્સલવાદ હવે દેખીતી રીતે પાછો હટી રહ્યો છે. નક્સલવાદીઓએ નેપાળમાં પશુપતિથી લઈને આંધ્ર પ્રદેશમાં તિરુપતિ સુધી ફેલાયેલા રેડ કોરિડોરની યોજના બનાવી હતી. 2013 માં, વિવિધ રાજ્યોના 126 જિલ્લાઓમાં નક્સલ-સંબંધિત હિંસાના અહેવાલો હતા; માર્ચ 2025 સુધીમાં, આ સંખ્યા ઘટીને માત્ર 18 જિલ્લાઓ થઈ ગઈ હતી, જેમાં માત્ર 06 જિલ્લાઓને 'સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ' તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.
SM/DK/GP/JD
(Release ID: 2179492)
Visitor Counter : 16