રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ માય ભારત - રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારો અર્પણ કર્યા
Posted On:
06 OCT 2025 2:16PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (6 ઓક્ટોબર, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે વર્ષ 2022-23 માટે માય ભારત - રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારો પ્રસ્તુત કર્યા.
માય ભારત - રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ભારત સરકારના મુખ્ય કાર્યક્રમોમાંનો એક છે, જેનો ઉદ્દેશ્ય સ્વૈચ્છિક સમુદાય સેવા દ્વારા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ અને ચારિત્ર્યનો વિકાસ કરવાનો છે. આ યોજના 1969માં મહાત્મા ગાંધીની જન્મ શતાબ્દી ઉજવણી દરમિયાન રજૂ કરવામાં આવી હતી.
1993-94માં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા સ્થાપિત માય ભારત-એનએસએસ એવોર્ડ, સમાજ સેવા, સમુદાય વિકાસ અને રાષ્ટ્ર નિર્માણના ક્ષેત્રોમાં યુવાનોના ઉત્કૃષ્ટ યોગદાનનું સન્માન અને ઉજવણી કરે છે.
SM/IJ/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2175324)
Visitor Counter : 15