ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ 16 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વડાઓની બીજી રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે


આ પરિષદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ડ્રગ-મુક્ત ભારત માટેના સંકલ્પને મજબૂત કરવા અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક રોડમેપ તૈયાર કરવા માટે એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ પૂરું પાડશે

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા આયોજિત આ પરિષદનો વિષય "સંયુક્ત સંકલ્પ, વહેંચાયેલી જવાબદારી" છે

બે દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં ડ્રગ્સના પુરવઠા, માંગ અને નુકસાનમાં ઘટાડો અને તેમના રાષ્ટ્રીય સુરક્ષા પરિણામો સહિત વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે

નેટવર્ક લિંક્સ અને કાર્ટેલ, પ્રીકર્સર્સ, સિન્થેટિક ડ્રગ્સ અને ક્લેન લેબ્સને તોડી પાડવા, ભાગેડુઓના દેશનિકાલ અને પ્રત્યાર્પણના પડકારોનો સામનો કરવા માટે સમગ્ર સરકારી અભિગમ ચર્ચાના એજન્ડામાં મુખ્ય છે

Posted On: 13 SEP 2025 6:03PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2025ના રોજ નવી દિલ્હીમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વડાઓની બીજી રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, શ્રી અમિત શાહ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)નો વાર્ષિક અહેવાલ- 2024 પણ રજૂ કરશે અને ઓનલાઈન ડ્રગ નિકાલ અભિયાનનો પ્રારંભ કરશે. 16 અને 17 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ પરિષદમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ANTF વડાઓ ઉપરાંત અન્ય સરકારી વિભાગોના હિસ્સેદારો ઉપસ્થિત રહેશે.

આ પરિષદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ડ્રગ-મુક્ત ભારત માટેના સંકલ્પને મજબૂત કરવા અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રોડમેપ તૈયાર કરવા માટે એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ પૂરું પાડશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા આયોજિત આ પરિષદની થીમ "સંયુક્ત સંકલ્પ, વહેંચાયેલી જવાબદારી" છે. આ પરિષદ દેશમાં ડ્રગ્સની સમસ્યાનો સામનો કરવા માટે તમામ સંબંધિત હિસ્સેદારો દ્વારા કરવામાં આવેલા સામૂહિક પ્રયાસોની વ્યાપક સમીક્ષા અને વિશ્લેષણ કરશે અને ભવિષ્યના રોડમેપની ચર્ચા કરશે. આ પરિષદમાં ડ્રગ સપ્લાય, માંગ અને નુકસાન ઘટાડા, તેમના રાષ્ટ્રીય સુરક્ષા પરિણામો અને દેશમાં ડ્રગ કાયદા અમલીકરણને મજબૂત બનાવવા માટે લેવામાં આવતા પગલાં સહિતના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે. તે સમસ્યાનો સામનો કરવા માટે સમગ્ર સરકારી અભિગમની જરૂરિયાત પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

આ કાર્યક્રમ દરમિયાન આઠ ટેકનિકલ સત્રો ગોઠવવામાં આવ્યા છે જે નીચે મુજબ હશે:

I. 2047 માં ડ્રગ મુક્ત ભારત - ANTF અને NCORD ની ટીકા

II. નેટવર્ક જોડાણો અને કાર્ટેલ્સને તોડી પાડવું -1 અને 2

III. માંગ ઘટાડવાની પહેલ - 2047માં ડ્રગ મુક્ત ભારત માટે એક સંકલિત અભિગમ

IV. ભાગેડુઓન દેશનિકાલ અને પ્રત્યાર્પણ તથા નાર્કોટિક અપરાધીઓનો દેશનિકાલ

V. નાણાકીય તપાસ અને PITNDPS

VI. તપાસ અને ટ્રાયલ્સમાં અસરકારકતામાં સુધારો

VII. પ્રીકર્સર્સ, સિન્થેટિક ડ્રગ્સ અને ક્લેન લેબ્સ

આ ચર્ચાઓ વિવિધ હિસ્સેદારોની શક્તિઓનો ઉપયોગ કરીને વ્યૂહરચના ઘડવા માટે કાર્યક્ષમ પરિણામો પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખે છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના NCB અને એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એક ભવિષ્યવાદી ભાગીદારી રજૂ કરે છે જે ડ્રગના દુરુપયોગ અને ટ્રાફિકિંગ સામે ટેકનોલોજી, ગુપ્તચર અને સમુદાય કાર્યવાહીને એકીકૃત કરે છે.

મોદી સરકારે ડ્રગ્સ સામે "ઝીરો ટોલરન્સ" નીતિ અપનાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે 2021માં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક સમર્પિત નાર્કોટિક્સ વિરોધી ટાસ્ક ફોર્સ (ANTF)ની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. શ્રી અમિત શાહે એપ્રિલ 2023માં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ANTF વડાઓના પ્રથમ રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું.

SM/IJ/GP/JD


(Release ID: 2166327) Visitor Counter : 2