રાષ્ટ્રપતિ સચિવાલય
ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યા પર ભારતના રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ
Posted On:
26 AUG 2025 4:50PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યા પર પોતાના સંદેશમાં કહ્યું છે: -
"ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે, હું દેશ કે વિદેશમાં રહેતા દરેક ભારતીયને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું.
આ તહેવાર ખૂબ જ ભક્તિ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી ગણેશને વિદ્વતા અને સુખાકારીના સ્ત્રોત તરીકે પૂજવામાં આવે છે. આપણે નવી શરૂઆત અને અવરોધો દૂર કરવા માટે તેમના આશીર્વાદ માંગીએ છીએ. આ તહેવાર આપણને નવા લક્ષ્યો અને સકારાત્મક ભાવના સાથે આગળ વધવા માટે પ્રેરણા આપે છે.
ચાલો આપણે આપણા પર્યાવરણનું સંરક્ષણ કરીને આ તહેવાર ઉજવીએ અને સ્વચ્છ, હરિયાળું અને વધુ સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે યોગદાન આપીએ".
રાષ્ટ્રપતિનો સંદેશ જોવા માટે અહીં ક્લિક કરો
SM/IJ/GP/JD
(Release ID: 2160894)