પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ મેક્રોને ટેલિફોન કોલ કર્યો
યુક્રેન અને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટેના પ્રયાસો પર નેતાઓએ મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું
પ્રધાનમંત્રી મોદીએ શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો
નેતાઓ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની રીતો પર ચર્ચા કરે છે
Posted On:
21 AUG 2025 6:30PM by PIB Ahmedabad
આજે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ફ્રેન્ચ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોનનો ફોન કોલ મળ્યો હતો.
નેતાઓએ યુક્રેન અને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટે ચાલી રહેલા પ્રયાસો પર મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું હતું.
રાષ્ટ્રપતિ મેક્રોનએ વોશિંગ્ટનમાં યુરોપ, અમેરિકા અને યુક્રેનના નેતાઓ વચ્ચે તાજેતરમાં યોજાયેલી બેઠકોનું મૂલ્યાંકન શેર કર્યું. તેમણે ગાઝાની પરિસ્થિતિ પર પોતાના દ્રષ્ટિકોણ પણ શેર કર્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ અને શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.
નેતાઓએ વેપાર, સંરક્ષણ, નાગરિક પરમાણુ સહયોગ, ટેકનોલોજી અને ઉર્જા સહિતના દ્વિપક્ષીય સહયોગ એજન્ડામાં પ્રગતિની પણ સમીક્ષા કરી. તેમણે ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા અને 2026ને 'નવીનતાના વર્ષ' તરીકે યોગ્ય રીતે ચિહ્નિત કરવા માટે સંયુક્ત પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી.
રાષ્ટ્રપતિ મેક્રોને ભારત અને EU વચ્ચે મુક્ત વેપાર કરારના વહેલા નિષ્કર્ષ માટે પણ સમર્થન આપ્યું હતું.
નેતાઓએ તમામ મુદ્દાઓ પર સંપર્કમાં રહેવા સંમતિ વ્યક્ત કરી હતું.
SM/JY/GP/JD
(Release ID: 2159440)
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada