પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

યુનાઇટેડ કિંગડમ અને માલદીવની યાત્રાની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન

Posted On: 23 JUL 2025 1:06PM by PIB Ahmedabad

હું 23 થી 26 જુલાઈ સુધી યુકે અને માલદીવની મુલાકાત લઈશ.

ભારત અને યુકે વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી છે જેણે તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમારો સહયોગ વેપાર, રોકાણ, ટેકનોલોજી, નવીનતા, સંરક્ષણ, શિક્ષણ, સંશોધન, ટકાઉપણું, આરોગ્ય અને લોકો-થી-લોકોના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલો છે. પ્રધાનમંત્રી માનનીય સર કીર સ્ટાર્મર સાથેની મારી મુલાકાત દરમિયાન, આપણને આપણી આર્થિક ભાગીદારીને વધુ વધારવાની તક મળશે, જેનો ઉદ્દેશ્ય બંને દેશોમાં સમૃદ્ધિ, વિકાસ અને રોજગાર સર્જનને આગળ વધારવાનો છે. હું આ યાત્રા દરમિયાન મહામહિમ રાજા ચાર્લ્સ IIIને મળવા માટે પણ આતુર છું.

ત્યારબાદ, હું માલદીવની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઇઝ્ઝૂના આમંત્રણ પર માલદીવ જઈશ. આ વર્ષે આપણા બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 60મી વર્ષગાંઠ પણ છે. હું રાષ્ટ્રપતિ મુઇઝ્ઝૂ અને અન્ય રાજકીય નેતૃત્વ સાથેની મારી મુલાકાતોની રાહ જોઈ રહ્યો છું. જેથી વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીના આપણા સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારી શકાય અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા માટે આપણા સહયોગને મજબૂત બનાવી શકાય.

મને વિશ્વાસ છે કે આ મુલાકાતથી એવા નક્કર પરિણામો મળશે, જેનાથી આપણા લોકોને ફાયદો થશે અને આપણી નેબરહુડ ફર્સ્ટ નીતિને પ્રોત્સાહન મળશે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2147172)