પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી સાયપ્રસના રાષ્ટ્રપતિને મળ્યા
प्रविष्टि तिथि:
16 JUN 2025 3:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાયપ્રસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ સાથે સત્તાવાર વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ મહેલમાં પહોંચ્યા બાદ, રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું અને ઔપચારિક સ્વાગત કર્યું હતું. ગઈકાલે, એક ખાસ સંકેત તરીકે, એરપોર્ટ પર રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સે પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જે બંને દેશો વચ્ચેના પરસ્પર વિશ્વાસ અને સ્થાયી મિત્રતાને પ્રતિબિંબિત કરે છે.
બંને નેતાઓએ ભારત-સાયપ્રસ સંબંધોને આધાર આપતા સહિયારા મૂલ્યોને પુનઃપુષ્ટિ આપી. તેઓએ એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવા માટે સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલાની કડક નિંદા કરવા અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને આપવામાં આવેલી એકતા અને સમર્થન બદલ સાયપ્રસનો આભાર માન્યો હતો. આ આતંકવાદનો સામનો કરવા માટે બંને દેશોની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. પ્રધાનમંત્રીએ સાયપ્રસની એકતા અને યુએન સુરક્ષા પરિષદના ઠરાવો, આંતરરાષ્ટ્રીય કાયદા અને EU એક્વીસના આધારે સાયપ્રસ પ્રશ્નના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના સમર્થનનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
બંને નેતાઓએ વેપાર અને રોકાણ, વિજ્ઞાન અને સંશોધન, સાંસ્કૃતિક સહયોગ અને લોકો-થી-લોકોના સંબંધો સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓમાં ચાલી રહેલા સહયોગનો અભ્યાસ કર્યો અને ફિનટેક, સ્ટાર્ટ-અપ્સ, સંરક્ષણ ઉદ્યોગ, કનેક્ટિવિટી, નવીનતા, ડિજિટલાઇઝેશન, AI અને ગતિશીલતાના નવા ક્ષેત્રોમાં સહયોગ માટેના માર્ગો શોધ્યા છે. બંને પક્ષો વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવા માટે પાંચ વર્ષનો રોડ મેપ સ્થાપિત કરવા સંમત થયા છે. તેઓ સાયબર અને દરિયાઈ સુરક્ષા સંવાદો અને આતંકવાદ, ડ્રગ્સ અને શસ્ત્રોની તસ્કરીના મુદ્દાઓ પર માહિતીનું વાસ્તવિક સમયનું આદાન-પ્રદાન કરવા માટે એક પદ્ધતિ સ્થાપિત કરવા પણ સંમત થયા છે. નેતાઓએ જાન્યુઆરી 2025માં હસ્તાક્ષર કરાયેલ દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર કાર્યક્રમની પ્રશંસા કરી જે બંને દેશો વચ્ચે સંરક્ષણ ભાગીદારીને નક્કર આકાર આપશે. તેમણે આર્થિક જોડાણને વધુ ગાઢ બનાવવા માટે ભારત-ગ્રીસ-સાયપ્રસ (IGC) વ્યાપાર અને રોકાણ પરિષદની સ્થાપનાનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ વ્યવસાય, પર્યટન, જ્ઞાન અને નવીનતા જોડાણોને મજબૂત કરવા માટે હવાઈ જોડાણ વધારવાની પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર [IMEC] આ ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિમાં ફાળો આપશે.
નેતાઓએ બહુપક્ષીયતા અને વૈશ્વિક શાસન સંસ્થાઓમાં સુધારા, જેમાં યુએન સુરક્ષા પરિષદમાં સુધારાનો સમાવેશ થાય છે, પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સનો ભારતને સુધારેલા UNSCમાં કાયમી સભ્યપદ માટે સાયપ્રસના સમર્થન પુનરાવર્તિત કરવા બદલ આભાર માન્યો હતો. તેમણે પશ્ચિમ એશિયા અને યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષો સહિત વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. આ મુલાકાત દરમિયાન નિકોસિયા યુનિવર્સિટીમાં ઇન્ડિયા સ્ટડીઝ ICCR ચેર સ્થાપિત કરવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બેઠક બાદ ભારત-સાયપ્રસ ભાગીદારી પર સંયુક્ત ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યું હતું [લિંક]
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2136658)
आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam