પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુકેશને નોર્વે ચેસ 2025માં મેગ્નસ કાર્લસન સામેની તેમની પ્રથમ જીત બદલ અભિનંદન આપ્યા

प्रविष्टि तिथि: 02 JUN 2025 8:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોર્વે ચેસ 2025ના રાઉન્ડ 6માં મેગ્નસ કાર્લસન સામેની તેમની પ્રથમ જીત બદલ ગુકેશને અભિનંદન આપ્યા છે. "શ્રેષ્ઠ પર વિજય મેળવવા બદલ તેમને અભિનંદન. નોર્વે ચેસ 2025ના રાઉન્ડ 6માં મેગ્નસ કાર્લસન સામેની તેમની પ્રથમ જીત તેમની પ્રતિભા અને સમર્પણ દર્શાવે છે", શ્રી મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

"ગુકેશ દ્વારા એક અસાધારણ સિદ્ધિ! શ્રેષ્ઠ પર વિજય મેળવવા બદલ તેમને અભિનંદન. નોર્વે ચેસ 2025ના રાઉન્ડ 6માં મેગ્નસ કાર્લસન સામેની તેમની પ્રથમ જીત તેમની પ્રતિભા અને સમર્પણ દર્શાવે છે. આગળની સફરમાં તેમને સતત સફળતા મળે તેવી શુભેચ્છાઓ."

@DGukesh

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2133390) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Malayalam , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Odia , Telugu , Kannada