ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે, નક્સલવાદને નાબૂદ કરવાના યુદ્ધમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિમાં, સુરક્ષા દળોએ છત્તીસગઢના નારાયણપુરમાં એક ઓપરેશનમાં 27 ખતરનાક માઓવાદીઓને નિષ્ક્રિય કર્યા છે


ઠાર કરાયેલા 27 ખતરનાક માઓવાદીઓમાં નમ્બાલા કેશવ રાવ, ઉર્ફે બસવરાજુ, સીપીઆઈ-માઓવાદીના મહાસચિવ, ટોચના નેતા અને નક્સલ ચળવળની કરોડરજ્જુનો સમાવેશ થાય છે

નક્સલવાદ સામે ભારતની લડાઈના ત્રણ દાયકામાં આ પહેલી વાર છે જ્યારે આપણા દળો દ્વારા મહાસચિવ કક્ષાના નેતાને નિષ્ક્રિય કરવામાં આવ્યો છે

ગૃહમંત્રીએ આ મોટી સફળતા માટે બહાદુર સુરક્ષા દળો અને એજન્સીઓને બિરદાવ્યા છે

ઓપરેશન બ્લેક ફોરેસ્ટ પૂર્ણ થયા પછી, છત્તીસગઢ, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં 54 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી છે અને 84 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે

મોદી સરકાર 31 માર્ચ 2026 પહેલા નક્સલવાદને નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે

Posted On: 21 MAY 2025 5:36PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે નક્સલવાદને નાબૂદ કરવાના યુદ્ધમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ, સુરક્ષા દળોએ છત્તીસગઢના નારાયણપુરમાં એક ઓપરેશનમાં સીપીઆઈ-માઓવાદીના મહાસચિવ નમ્બાલા કેશવ રાવ ઉર્ફે બસવરાજુ સહિત 27 ખતરનાક માઓવાદીઓને ઠાર કર્યા છે. ગૃહમંત્રીએ આ મોટી સફળતા માટે બહાદુર સુરક્ષા દળો અને એજન્સીઓને બિરદાવી હતી.

X પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, "નક્સલવાદને નાબૂદ કરવાની લડાઈમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ. આજે, છત્તીસગઢના નારાયણપુરમાં એક ઓપરેશનમાં, આપણા સુરક્ષા દળોએ 27 ખતરનાક માઓવાદીઓને ઠાર  કર્યા છે, જેમાં નમ્બાલા કેશવ રાવ, ઉર્ફે બસવરાજુ, સીપીઆઈ-માઓવાદીના મહાસચિવ, ટોચના નેતા અને નક્સલ ચળવળની કરોડરજ્જુનો સમાવેશ થાય છે. ભારતના નક્સલવાદ સામેના યુદ્ધના ત્રણ દાયકામાં આ પહેલી વાર છે, જ્યારે આપણા દળો દ્વારા મહાસચિવ કક્ષાના નેતાને જેર કરવામાં આવ્યો છે. હું આ મોટી સફળતા માટે આપણા બહાદુર સુરક્ષા દળો અને એજન્સીઓની પ્રશંસા કરું છું. એ પણ શેર કરતા આનંદ થાય છે કે ઓપરેશન બ્લેક ફોરેસ્ટ પૂર્ણ થયા પછી, છત્તીસગઢ, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં 54 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી છે અને 84 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. મોદી સરકાર 31 માર્ચ 2026 પહેલા નક્સલવાદને નાબૂદ કરવા માટે સંકલ્પબદ્ધ છે."

 

 

AP/IJ/GP/JD


(Release ID: 2130322)