રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રદાન કર્યો

Posted On: 16 MAY 2025 6:30PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(16 મે, 2025) નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યજીને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કર્યો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/PR116052025EGKK.JPG

આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ જગદગુરુ રામભદ્રાચાર્યને અભિનંદન આપ્યા હતા. તેમણે ગુલઝારને પણ જ્ઞાનપીઠ પુરસ્કાર માટે અભિનંદન આપ્યા હતા, જેઓ એવોર્ડ સમારોહમાં હાજરી આપી શક્યા ન હતા. તેમણે ગુલઝારજી જલ્દીથી સંપૂર્ણપણે સ્વસ્થ અને સક્રિય બને અને કલા, સાહિત્ય, સમાજ અને દેશ માટે યોગદાન આપતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

રાષ્ટ્રપતિએ કહ્યું કે સાહિત્ય સમાજને એક કરે છે અને જાગૃત કરે છે. 19મી સદીના સામાજિક જાગૃતિથી લઈને 20મી સદીના આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ સુધી, કવિઓ અને લેખકોએ લોકોને જોડવામાં મોટી ભૂમિકા ભજવી છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત 'વંદે માતરમ' ગીત લગભગ 150 વર્ષથી ભારત માતાના બાળકોને જાગૃત કરી રહ્યું છે અને હંમેશા કરશે. વાલ્મીકિ, વ્યાસ અને કાલિદાસથી લઈને રવિન્દ્રનાથ ટાગોર જેવા શાશ્વત કવિઓની કૃતિઓ સુધી, આપણે જીવંત ભારતન ધબકાર અનુભવીએ છીએ. આ ધબકાર ભારતીયતાનો અવાજ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/PR216052025N1IL.JPG

રાષ્ટ્રપતિએ 1965થી વિવિધ ભારતીય ભાષાઓના ઉત્કૃષ્ટ સાહિત્યકારોને પુરસ્કાર આપવા બદલ ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતીય ભાષાઓમાં ઉત્કૃષ્ટ સાહિત્યકારોને પુરસ્કાર આપવાની પ્રક્રિયામાં, ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારના પસંદગીકારોએ શ્રેષ્ઠ સાહિત્યકારોની પસંદગી કરી છે અને આ પુરસ્કારની ગરિમા જાળવી રાખી છે અને પ્રોત્સાહન આપ્યું છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા મહિલા લેખકો જેમ કે આશાપૂર્ણા દેવી, અમૃતા પ્રીતમ, મહાદેવી વર્મા, કુર્રાતુલ-આઈન-હૈદર, મહાશ્વેતા દેવી, ઇન્દિરા ગોસ્વામી, કૃષ્ણા સોબતી અને પ્રતિભા રેએ ભારતીય પરંપરા અને સમાજનું વિશેષ સંવેદનશીલતાથી અવલોકન અને અનુભવ કર્યો છે અને આપણા સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તેમણે કહ્યું કે આપણી બહેનો અને દીકરીઓએ સાહિત્ય સર્જનમાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ અને આ મહાન મહિલા લેખકો પાસેથી પ્રેરણા લઈને આપણી સામાજિક વિચારસરણીને વધુ સંવેદનશીલ બનાવવી જોઈએ.

 

શ્રી રામભદ્રાચાર્યજી વિશે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે શ્રેષ્ઠતાનું પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તેમણે તેમના બહુપક્ષીય યોગદાનની પ્રશંસા કરી અને કહ્યું કે શારીરિક રીતે અશક્ત હોવા છતાં, તેમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી સાહિત્ય અને સમાજની અસાધારણ સેવા કરી છે. તેમણે જણાવ્યું હતું કે શ્રી રામભદ્રાચાર્યએ સાહિત્ય અને સમાજસેવા બંને ક્ષેત્રોમાં વ્યાપક યોગદાન આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના ગૌરવશાળી જીવનમાંથી પ્રેરણા લઈને, ભાવિ પેઢીઓ સાહિત્ય સર્જન, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં સાચા માર્ગ પર આગળ વધતી રહેશે.

રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-

AP/IJ/GP/JD


(Release ID: 2129217)