સંરક્ષણ મંત્રાલય
ઓપરેશન સિંદૂર: ભારતીય સશસ્ત્ર દળોએ આતંકવાદી છાવણીઓને ચોકસાઈથી નિશાન બનાવી
Posted On:
07 MAY 2025 1:44AM by PIB Ahmedabad
ભારતીય સશસ્ત્ર દળોએ થોડા સમય પહેલા 'ઓપરેશન સિંદૂર' ચલાવ્યું હતું, જે હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ તે ઓળખાયેલા સ્થળો છે જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને નિર્દેશન કરવામાં આવ્યું હતું.
કુલ મળીને, નવ (9) સ્થળોએ હુમલો થયો હતો.
ભારતની કાર્યવાહી કેન્દ્રિત, માપેલી અને કોઈપણ ઉશ્કેરણી વિના કરવામાં આવી છે. આ સમય દરમિયાન, કોઈપણ પાકિસ્તાની લશ્કરી સ્થાપનાને નુકસાન થયું નથી. ભારતે પોતાના લક્ષ્યોને પસંદ કરવામાં અને તેમને ફટકારવામાં ખૂબ જ સંયમ દાખવ્યો છે.
પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિક માર્યા ગયા હતા. ભારતીય સશસ્ત્ર દળો આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવામાં આવશે તેવી અમારી પ્રતિબદ્ધતા પર ખરા ઉતરી રહ્યા છે.
'ઓપરેશન સિંદૂર' વિશે વિગતવાર માહિતી આજે પછી આપવામાં આવશે.
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2127396)
Visitor Counter : 288
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Nepali
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam