માહિતી અને પ્રસારણ મંત્રાલય
10મા રાષ્ટ્રીય કોમ્યુનિટી રેડિયો પુરસ્કારો રજૂ કરવામાં આવ્યા
કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને 12 કોમ્યુનિટી રેડિયો સ્ટેશનોને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કર્યા
કોમ્યુનિટી રેડિયો દેશના ખૂણે ખૂણે નાગરિકો સુધી પહોંચવાનું એક સાધન છે, તેઓ મહત્વપૂર્ણ વિકાસ પહેલ બધા સુધી પહોંચાડે છે: ડૉ. એલ. મુરુગન
મુંબઈમાં WAVES 2025 ખાતે 8મી રાષ્ટ્રીય કોમ્યુનિટી રેડિયો કોન્ફરન્સનું આયોજન
प्रविष्टि तिथि:
03 MAY 2025 4:26PM
|
Location:
PIB Ahmedabad
આજે મુંબઈમાં વર્લ્ડ ઑડિયો-વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) દરમિયાન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ભારતીય માસ કોમ્યુનિકેશન સંસ્થા દ્વારા 8મી રાષ્ટ્રીય કોમ્યુનિટી રેડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી ડૉ . એલ . મુરુગને 12 ઉત્કૃષ્ટ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનોને 10મા રાષ્ટ્રીય કોમ્યુનિટી રેડિયો એવોર્ડ્સથી સન્માનિત કર્યા હતા.

આ પ્રસંગે બોલતા, ડૉ. એલ. મુરુગને વિજેતાઓને અભિનંદન આપ્યા અને કહ્યું કે રાષ્ટ્રીય પરિષદનો ઉદ્દેશ્ય નવીનતા, સમાવેશકતા અને પ્રભાવ દ્વારા ભારતમાં કોમ્યુનિટી મીડિયા લેન્ડસ્કેપને મજબૂત બનાવવાનો છે. કેન્દ્રીય રાજ્ય મંત્રીએ કહ્યું કે કોમ્યુનિટી રેડિયો દેશના ખૂણે ખૂણે નાગરિકો સુધી પહોંચવાનું એક સાધન છે. તેમણે ઉમેર્યું કે દેશભરમાં કોમ્યુનિટી રેડિયો કોઈને કોઈ કલ્યાણકારી હેતુઓ પૂરા કરી રહ્યા છે અને ભારતીય પરંપરા અને સંસ્કૃતિના પ્રચાર સહિતના સારા કાર્યોને સમર્થન આપી રહ્યા છે. કોમ્યુનિટી રેડિયો સ્ટેશનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અને કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ વિકાસ પહેલોને દેશના તમામ ભાગોમાં લઈ જઈ રહ્યા છે. આ સ્ટેશનો મહિલાઓ અને આદિવાસી સમુદાય જેવા વિવિધ સમુદાયો અને જૂથો માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓનો એક નવો પરિમાણ ઉમેરી રહ્યા છે.
WAVES 2025 ની પ્રથમ આવૃત્તિ વિશે, ડૉ. એલ. મુરુગને જણાવ્યું હતું કે તેમાંથી નવા વિચારો વિકસિત થશે અને સર્જનાત્મક અર્થતંત્ર એક ઉભરતું ક્ષેત્ર છે જે આગામી દિવસોમાં મુખ્ય ભૂમિકા ભજવશે.


ચાર અલગ અલગ થીમ હેઠળ પુરસ્કાર પ્રાપ્ત થયેલા કોમ્યુનિટી રેડિયો સ્ટેશનોની યાદી
આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી સંજય જાજુ , સંયુક્ત સચિવ (પ્રસારણ) અને એમડી, એનએફડીસી, અને આઈઆઈએમસીના વાઇસ ચાન્સેલર ડૉ. અનુપમા ભટનાગર સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પરિષદમાં દેશભરના 400થી વધુ કોમ્યુનિટી રેડિયો (CR) સ્ટેશનોના પ્રતિનિધિઓને એક પ્લેટફોર્મ પર ભેગા કરવામાં આવ્યા હતા. જેથી સંવાદ અને સહયોગની તક મળી શકે. હાલમાં, દેશભરમાં 531 CR સ્ટેશનો છે. પરિષદમાં જાહેર સંદેશાવ્યવહાર અને જાગૃતિ પેદા કરવામાં કોમ્યુનિટી રેડિયોની મુખ્ય ભૂમિકા અને સામાજિક વિકાસમાં તેમની સંભાવના પર ભાર મૂકવામાં આવ્યો હતો.


AP/IJ/GP/JD
रिलीज़ आईडी:
2126530
| Visitor Counter:
91
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
English
,
Nepali
,
हिन्दी
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Urdu
,
Assamese
,
Odia
,
Malayalam