રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

વૈશાખી, વિશુ, બોહાગ બિહુ, પોઈલા બોઈશાખ, મેષાદી, વૈશાખાદી અને પુથંદુ પીરાપુના પર્વ પર રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

Posted On: 12 APR 2025 6:33PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી. દ્રૌપદી મુર્મુએ 13, 14 અને 15 એપ્રિલ, 2025ના રોજ ઉજવાતા વૈશાખી, વિશુ, બોહાગ બિહુ, પોઈલા વૈશાખ, મેષાદી, વૈશાખાદી અને પુથંદુ પીરાપુના શુભ અવસર પર પોતાના સંદેશમાં કહ્યું છે કે:-

"વૈશાખી, વિશુ, બોહાગ બિહુ, પોઈલા વૈશાખ, મેષાદી, વૈશાખાદી અને પુથંદુ પીરાપુના શુભ પ્રસંગે, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

ભારતના વિવિધ ભાગોમાં લણણી સમયે ઉજવાતા આ તહેવારો આપણી સામાજિક પરંપરાઓ અને વિવિધતામાં એકતાનું પ્રતીક છે. આ તહેવારો દ્વારા, આપણે આપણા 'અન્નદાતા' ખેડૂતોના સખત પરિશ્રમનું સન્માન કરીએ છીએ અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. આ તહેવારો પ્રકૃતિના સંરક્ષણ અને આપણા સાંસ્કૃતિક વારસાનું રક્ષણ કરવાનો સંદેશ પણ આપે છે.

હું ઈચ્છું છું કે આ જીવંત તહેવારો આપણને આપણા રાષ્ટ્રના વિકાસ માટે પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કામ કરવા પ્રેરે".

રાષ્ટ્રપતિનો સંદેશ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો -

AP/IJ/GP/JD


(Release ID: 2121279) Visitor Counter : 56