પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પાલી ભાષામાં ત્રિપિટકની નકલ આપવા બદલ થાઈલેન્ડના પ્રધાનમંત્રીનો આભાર માન્યો

Posted On: 03 APR 2025 5:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાલી ભાષામાં ત્રિપિટકની નકલ આપવા બદલ થાઈલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી પેટોંગટાર્ન શિનાવાત્રાનો આભાર માન્યો, તેને એક સુંદર ભાષા તરીકે ગણાવી, જે ભગવાન બુદ્ધના ઉપદેશોનો સાર ધરાવે છે.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

ખૂબ જ વિશેષ ચેષ્ટા!

હું પ્રધાનમંત્રી પેટોંગટાર્ન શિનાવાત્રાનો આભારી છું કે તેમણે મને પાલી ભાષામાં ત્રિપિટકની નકલ આપી. પાલી ખરેખર એક સુંદર ભાષા છે, જે ભગવાન બુદ્ધના ઉપદેશોનો સાર ધરાવે છે. જેમ તમે બધા જાણો છો, અમારી સરકારે ગયા વર્ષે પાલીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો હતો. વિશ્વભરના લોકોએ આ નિર્ણયની પ્રશંસા કરી છે અને તેનાથી આ ભાષા પર સંશોધન તેમજ અભ્યાસને પણ પ્રોત્સાહન મળ્યું છે.

@ingshin”

AP/IJ/GP/JD


(Release ID: 2118477) Visitor Counter : 44