પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેલ્જિયમની રાજકુમારી એસ્ટ્રિડ સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રીએ ભારતમાં 300 સભ્યોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાની રાજકુમારી એસ્ટ્રિડની પહેલની ઊંડાણપૂર્વક પ્રશંસા કરી

પ્રધાનમંત્રીએ બેલ્જિયમના રાજવી પરિવારના ભારત સાથેના સકારાત્મક જોડાણને યાદ કર્યું

પ્રધાનમંત્રીએ બેલ્જિયમ સાથે વેપાર, રોકાણ, ટેકનોલોજી, નવીનતા, સંરક્ષણ, કૃષિ, જીવન વિજ્ઞાન, અંતરિક્ષ, કૌશલ્ય સહિતની નવી પારસ્પરિક લાભદાયક ભાગીદારી માટે બંને નેતાઓની પ્રતિબદ્ધતાને યાદ કરી

Posted On: 04 MAR 2025 9:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેલ્જિયમની રાજકુમારી એસ્ટ્રિડ સાથે મુલાકાત કરી હતી, જેઓ 1થી 8 માર્ચ, 2025 સુધી ભારતમાં એક ઉચ્ચ-સ્તરીય બેલ્જિયમ આર્થિક મિશનનું નેતૃત્વ કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ પ્રિન્સેસ એસ્ટ્રિડને ભારતમાં આવકાર આપ્યો હતો અને 300થી વધારે સભ્યોનાં પ્રતિનિધિમંડળની તેમની પહેલની પ્રશંસા કરી હતી, જેમાં અગ્રણી વ્યાવસાયિક આગેવાનો, સરકારી અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રોનાં પ્રતિનિધિઓ સામેલ છે.

આ બીજી વખત છે જ્યારે પ્રિન્સેસ એસ્ટ્રિડ ભારતમાં આર્થિક મિશનનું નેતૃત્વ કરી રહી છે, જે બંને દેશો વચ્ચે મજબૂત આર્થિક સંબંધોના મહત્વ પર ભાર મૂકે છે, જે ઉપરની તરફ આગળ વધી રહી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માનવ સંસાધન વિકાસ મંત્રી રાજકુમારી એસ્ટ્રિડ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં ચર્ચા થઈ હતી. જેમાં વેપાર, રોકાણ, ટેકનોલોજી, સંરક્ષણ, નવીનતા, સ્વચ્છ ઊર્જા, માળખાગત સુવિધા, કૃષિ, કૌશલ્ય, શૈક્ષણિક આદાન-પ્રદાન અને સાંસ્કૃતિક અને લોકો વચ્ચેનાં સંબંધો સામેલ છે.

બંને પક્ષો ઉભરતા અને ઊંચી અસર ધરાવતાં ક્ષેત્રોમાં સહકાર માટે નવા માર્ગો શોધવા માટે ખભેખભો મિલાવીને કામ કરવા સંમત થયા હતા, જે આર્થિક સ્થિતિસ્થાપકતાને મજબૂત કરશે, નવીનતા-સંચાલિત વૃદ્ધિને પ્રોત્સાહન આપશે અને બંને દેશોના લોકોને લાભ આપવા દ્વિપક્ષીય સહકારને ગાઢ બનાવશે.

 

AP/IJ/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2108260) Visitor Counter : 25


Read this release in: English , Hindi , Malayalam