રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
NHRCએ માનવ અધિકારો પરની તેની 10મી પ્રતિષ્ઠિત વાર્ષિક ટૂંકી ફિલ્મો સ્પર્ધાના 303 પ્રવેશોમાંથી 7 વિજેતાઓની જાહેરાત કરી
જમ્મુ અને કાશ્મીરની નદીના પાણીના પ્રદૂષણ પરની દસ્તાવેજી ફિલ્મ 'દૂધ ગંગા – વેલીઝ ડાઈંગ લાઈફ લાઈન' ને 2 લાખ રૂપિયાના પ્રથમ ઇનામ માટે પસંદ કરવામાં આવી
બાળ લગ્ન અને શિક્ષણ પર આંધ્રપ્રદેશની 'ફાઇટ ફોર રાઈટ્સ'ને 1.5 લાખ રૂપિયાના બીજા ઇનામ માટે પસંદ કરવામાં આવી
તમિલનાડુની 'ગોડ' ને પીવાના પાણીના મૂલ્ય પર 1 લાખ રૂપિયાના ત્રીજા ઇનામ માટે પસંદ કરવામાં આવી
દરેકને 50 હજાર રૂપિયાના રોકડ પુરસ્કાર સાથે ચાર ફિલ્મોને 'વિશેષ ઉલ્લેખ પ્રમાણપત્ર' માટે પસંદ કરવામાં આવી
Posted On:
27 FEB 2025 1:50PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર પંચે વર્ષ 2024માં માનવાધિકાર પર ટૂંકી ફિલ્મો માટે પોતાની દસમી પ્રતિષ્ઠિત વાર્ષિક સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત કરી હતી. તેણે 2 લાખ રૂપિયાના પ્રથમ ઇનામ માટે 'Doodh Ganga- Valley’s dying lifeline' પસંદ કરી છે. જમ્મુ-કાશ્મીરના એ.આર.અબ્દુલ રશીદ ભટની આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં દૂધ ગંગા નદીના સ્વચ્છ પાણીમાં વિવિધ કચરાના મુક્ત પ્રવાહે તેને કેવી રીતે પ્રદૂષિત કરી છે અને ખીણમાં લોકોના એકંદર ભલા માટે તેના જીર્ણોદ્ધારની જરૂરિયાત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ ફિલ્મ અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂમાં છે, જેમાં અંગ્રેજીમાં સબટાઇટલ્સ છે.
આંધ્રપ્રદેશના કાદરપ્પા રાજુ દ્વારા 'ફાઇટ ફોર રાઈટ્સ' 1.5 લાખ રૂપિયાના બીજા ઇનામ માટે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં બાળલગ્ન અને શિક્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. તે અંગ્રેજીમાં ઉપશીર્ષક સાથે તેલુગુ ભાષામાં છે.
તામિલનાડુના શ્રી આર. રવિચંદ્રન દ્વારા 'ગોડ'ને રૂ. 1 લાખના ત્રીજા ઇનામ માટે પસંદ કરવામાં આવી છે. આ મૂક ફિલ્મ વૃદ્ધ નાયક દ્વારા પીવાલાયક પાણીનાં મૂલ્યને દર્શાવે છે.
કમિશને 'સર્ટિફિકેટ ઓફ સ્પેશ્યલ મેન્શન' માટે પસંદ કરેલી ચાર શોર્ટ ફિલ્મોને પ્રત્યેકને રૂ.50,000/- નો રોકડ પુરસ્કાર આપવાનો પણ નિર્ણય કર્યો છે. જે આ પ્રમાણે છે:
1, તેલંગાણાના શ્રી હનીશ ઉન્દ્રમતલા દ્વારા 'અક્ષરભ્યાસમ્'. મૌન ફિલ્મ બાળ શિક્ષણનું મહત્વ વધારે છે;
2. તમિલનાડુના શ્રી આર. સેલ્વમ દ્વારા લખાયેલી 'વિલાયિલા પટ્ટાથરી (એક સસ્તા સ્નાતક)' તે અંગ્રેજીમાં સબટાઇટલ્સ સાથે તમિલમાં છે. આ ફિલ્મમાં વૃદ્ધોની ચિંતાઓ અને અધિકારો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે;
3. આંધ્રપ્રદેશના શ્રી મડકા વેંકટ સત્યનારાયણનું 'લાઈફ ઓફ સીતા'. તે અંગ્રેજીમાં સબટાઇટલ્સ સાથે તેલુગુમાં છે. આ ફિલ્મમાં ધાર્મિક પ્રથાઓને કારણે બાળકોના અધિકારોના ઉલ્લંઘન અને સુધારણાની જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે;
4. આંધ્રપ્રદેશના શ્રી લોટલા નવીન દ્વારા 'બી અ હ્યુમન'. અંગ્રેજીમાં સબટાઇટલ્સ સાથેની હિન્દીમાં બનેલી આ ફિલ્મમાં ઘરેલું હિંસા, મહિલાઓ પર હુમલા, બાળકીઓને ત્યજી દેવા અને સામાજિક હસ્તક્ષેપને લગતા મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
પંચનાં નિર્ણાયક મંડળની અધ્યક્ષતા એનએચઆરસીનાં અધ્યક્ષ ન્યાયમૂર્તિ શ્રી વી. રામાસુબ્રમણ્યમે કરી હતી. આ પંચનાં સભ્યોમાં ન્યાયમૂર્તિ (ડૉ) વિદ્યુત રંજન સારંગી, શ્રીમતી વિજય ભારતી સયાની, મહાસચિવ શ્રી ભરત લાલ, ડીજી (આઈ), શ્રી આર. પ્રસાદ મીણા અને રજિસ્ટ્રાર (કાયદા), શ્રી જોગિન્દર સિંહ સામેલ હતાં.
વર્ષ 2015થી એનએચઆરસી શોર્ટ ફિલ્મ એવોર્ડ યોજનાનો ઉદ્દેશ માનવાધિકારોને પ્રોત્સાહન અને સંરક્ષણ માટે નાગરિકોનાં સિનેમેટિક અને રચનાત્મક પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો અને તેને સ્વીકારવાનો છે. 2024માં આ સ્પર્ધાની દસમી આવૃત્તિ માટે, દેશના વિવિધ ભાગોમાંથી વિવિધ ભારતીય ભાષાઓમાં, નિર્ધારિત સમયમાં પ્રાપ્ત થયેલી કુલ રેકોર્ડ 303 ટૂંકી ફિલ્મોની ચકાસણી પછી, 243 એન્ટ્રીઓ એવોર્ડ માટે મેદાનમાં હતી. ત્યારબાદ એવોર્ડ પ્રેઝન્ટેશન સેરેમનીનું આયોજન કરવામાં આવશે.
AP/IJ/GP/JD
(Release ID: 2106612)
Visitor Counter : 50