ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

31 માર્ચ 2026 પહેલા દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરીશું


ગૃહ મંત્રી શ્રી અમિત શાહે સુરક્ષા દળો દ્વારા 31 નક્સલીઓના સફાયો કરાયાને ભારતને નક્સલમુક્ત બનાવવા તરફ એક મોટી સફળતા ગણાવી

આ કાર્યવાહીમાં મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા.

આજે આપણે નક્સલવાદનો અંત લાવવામાં બે બહાદુર સૈનિકો ગુમાવ્યા છે, આ દેશ હંમેશા આ નાયકોનો ઋણી રહેશેઃ ગૃહ મંત્રી

Posted On: 09 FEB 2025 4:40PM by PIB Ahmedabad

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ 31 નક્સલીઓને ઠાર માર્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તેને ભારતને નક્સલમુક્ત બનાવવા તરફ સુરક્ષા દળોની મોટી સફળતા ગણાવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ 'X' પરની એક પોસ્ટમાં માહિતી આપી હતી કે ભારતને નક્સલ મુક્ત બનાવવાની દિશામાં, સુરક્ષા દળોએ છત્તીસગઢના બીજાપુરમાં મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં, 31 નક્સલીઓને મારવા ઉપરાંત, મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આજે આપણે માનવતા વિરોધી નક્સલવાદનો અંત લાવવામાં આપણા બે બહાદુર સૈનિકો ગુમાવ્યા છે. આ દેશ હંમેશા આ નાયકોનો ઋણી રહેશે. શહીદ સૈનિકોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી.

ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ફરી એક વાર સંકલ્પ વ્યક્ત કર્યો કે 31 માર્ચ 2025 પહેલા આપણે દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરીશું, જેથી દેશના કોઈપણ નાગરિકને તેના કારણે પોતાનો જીવ ગુમાવવો ન પડે.

AP/IJ/GP/JD


(Release ID: 2101148) Visitor Counter : 50