પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પંજાબના ભટિંડામાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પીએમએ PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
Posted On:
27 DEC 2024 7:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબના ભટિંડામાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે PMNRF તરફથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
X પર પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલએ કહ્યું:
“પંજાબના ભટિંડામાં બસ દુર્ઘટનામાં જાનહાનિથી દુઃખી છું. તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો માટે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય.
દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi”
AP/IJ/GP/JD
(Release ID: 2088500)
Visitor Counter : 47
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam