પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો
ભારત તેના સૌથી પ્રતિષ્ઠિત નેતા ડો. મનમોહન સિંહજીની ખોટ પર શોક વ્યક્ત કરે છે: પ્રધાનમંત્રી
તેમણે નાણામંત્રી સહિત વિવિધ સરકારી પદો પર પણ સેવા આપી હતી, જેમણે વર્ષો સુધી આપણી આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી હતી: પ્રધાનમંત્રી
આપણા પ્રધાનમંત્રી તરીકે, તેમણે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
26 DEC 2024 11:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું, "ભારત પોતાના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંના એક, ડૉ. મનમોહન સિંહજીની ખોટ પર શોક વ્યક્ત કરે છે." પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ડૉ. મનમોહન સિંહ એક સાધારણ પરિવારમાંથી આવીને એક પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી બન્યા. આપણા પ્રધાનમંત્રી તરીકે ડૉ. મનમોહન સિંહે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
ભારત પોતાના સૌથી પ્રતિષ્ઠિત નેતા ડો. મનમોહન સિંહજીની ખોટ પર શોક વ્યક્ત કરે છે. સાધારણ પૃષ્ઠભૂમિમાંથી ઉભરીને, તેઓ એક પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી બન્યા. તેમણે નાણામંત્રી સહિત વિવિધ સરકારી પદો પર પણ સેવા આપી હતી, જેમણે વર્ષો સુધી આપણી આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી હતી. સંસદમાં તેમનો હસ્તક્ષેપ પણ ઘણો જ વ્યવહારિક હતો. આપણા પ્રધાનમંત્રી તરીકે તેમણે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા હતા.
“ડૉ. મનમોહન સિંહજી જ્યારે પ્રધાનમંત્રી હતા અને હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે નિયમિત રીતે વાતચીત કરતા હતા. અમે ગવર્નન્સ સંબંધિત વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરતાં. તેમની શાણપણ અને નમ્રતા હંમેશા દેખાતી હતી.
દુઃખની આ ઘડીમાં મારી સંવેદના ડૉ. મનમોહન સિંહજીના પરિવાર, તેમના મિત્રો અને અસંખ્ય પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2088299)
आगंतुक पटल : 94
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Tamil
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Telugu
,
Kannada
,
Malayalam