યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

ડૉ. મનસુખ માંડવિયાએ વિકસિત ભારત ક્વિઝ કોમ્પિટિશનના વિસ્તરણની જાહેરાત કરી; ક્વિઝમાં ભાગ લેવાની છેલ્લી તારીખ વધારીને 10 ડિસેમ્બર, 2024 કરવામાં આવી

Posted On: 05 DEC 2024 2:30PM by PIB Ahmedabad

દેશભરમાં યુવા સહભાગીઓના ભારે ઉત્સાહ અને પ્રતિસાદના જવાબમાં ડો.મનસુખ માંડવિયાએ હાલમાં ચાલી રહેલી વિકસિત ભારત ક્વિઝ ચેલેન્જ માટેની સમયમર્યાદા 10 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવાની જાહેરાત કરી છે. યુવાનો ક્વિઝમાં ભાગ લેવા MY Bharat (www.mybharat.gov.in)ની મુલાકાત લઈ શકે છે.

 18 મી નવેમ્બર, 2024ના રોજ એક પત્રકાર પરિષદમાં, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયાએ રાષ્ટ્રીય યુવા મહોત્સવ -2025 ના "વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ"માં પરિવર્તનશીલ પુન:કલ્પના કરવાની જાહેરાત કરી  હતી અને યુવાનોને વિકસિત ભારત ક્વિઝ ચેલેન્જમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પહેલ ભારતનાં ભવિષ્યને આકાર આપવામાં યુવાનોની વધારે ભાગીદારીને પ્રોત્સાહન આપવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને પ્રતિબિંબિત કરે છે.

વિકસિત ભારત ક્વિઝ ચેલેન્જ એ તમામ યુવાનો (15-29 વર્ષની વયના) માટે ખુલ્લી છે, જે વિકસિત ભારત માટે તેમના વિચારો શેર કરવા માટે ઉત્સાહી છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ભારતના યુવાનોને આ અતુલ્ય તકમાં ભાગ લેવા અને તેમનો અવાજ સંભળાવવા માટે પ્રોત્સાહિત કરે છે. વિજેતા સહભાગીઓ 11-12 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ વિકસિત ભારત માટે તેમનાં વિઝન અને વિચારો પ્રસ્તુત કરશે.

AP/IJ/GP/JD


(Release ID: 2081166) Visitor Counter : 91