માહિતી અને પ્રસારણ મંત્રાલય
'સ્નો ફ્લાવર:' સંસ્કૃતિ, કુટુંબ અને ઓળખની એક ક્રોસ-કન્ટ્રી વાર્તા
સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં ખીલેલી એક વાર્તા, 'સ્નો ફ્લાવર' કુટુંબ, પ્રેમ અને સંબંધિત વિષયોને શોધી કાઢે છે
#IFFIWood, 23 નવેમ્બર 2024
ભારતના 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્નો ફ્લાવરે ગાલા પ્રીમિયરના ભાગરૂપે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી અને જાણીતા દિગ્દર્શક ગજેન્દ્ર વિઠ્ઠલ આહીર, છાયા કદમ, વૈભવ માંગલે અને સરફરાઝ આલમ સફુ સહિત ફિલ્મની કાસ્ટ અને ક્રૂ મેમ્બરે ગઈકાલે ગોવામાં એક પત્રકાર પરિષદ દરમિયાન મિડિયાને સંબોધન કર્યું હતું.
મરાઠી ભાષાની આ ફિલ્મ એક માર્મિક, ક્રોસ-કન્ટ્રી સ્ટોરી છે જે બે અલગ સંસ્કૃતિઓ - રશિયા અને કોંકણને જોડે છે. બર્ફીલા સાઇબિરીયા અને લીલાછમ કોંકણની વિરોધાભાસી પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ ભારતમાં રહેતી દાદી અને રશિયામાં રહેતી પૌત્રી વચ્ચેના 'અંતર'ની શોધ કરે છે.
દિગ્દર્શક ગજેન્દ્ર વિઠ્ઠલ આહિરે સ્નો ફ્લાવર પાછળની સર્જનાત્મક પ્રક્રિયાની માહિતી શેર કરી હતી. આહિરે આવી આત્યંતિક પરિસ્થિતિઓમાં ફિલ્માંકનના પડકારો પર પણ પ્રકાશ પાડ્યો હતો. સાઇબિરિયાના ખાન્ટી-માન્સિસ્ક ખાતે તાપમાન ઘટીને -14 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતાં, નાના ક્રૂને મુશ્કેલ સંજોગોમાં કામ કરવું પડ્યું હતું. આ પડકારો છતાં, ક્રૂના સમર્પણ અને મજબૂત ટીમવર્કને કારણે તેઓ એક એવી ફિલ્મનું સર્જન કરી શક્યા જે વાર્તાના ભાવનાત્મક ઊંડાણને કેપ્ચર કરે.
આહિરે કહ્યું, "જ્યારે અમે રશિયા પહોંચ્યા ત્યારે તે માઇનસ 14 ડિગ્રી હતું. તેઓ અમારી સંભાળ રાખતા હતા – પગરખાં, કપડાં, જેકેટ, સાબુ અને શેમ્પૂની સગવડ કરી આપી હતી. તેમના સમર્થનથી અમે સારી રીતે કામ કરી શક્યા હતા અને વાર્તાને ન્યાય આપી શક્યા હતા." તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભાષાના અવરોધો હોવા છતાં - ક્રૂમાંથી કોઈ પણ અંગ્રેજી બોલતું ન હતું, અને રશિયન ક્રૂને હિન્દી આવડતું ન હતું – ત્યારે ફિલ્મ નિર્માણની સાર્વત્રિક ભાષા અને પરસ્પર આદર પર આધાર રાખીને ટીમ સહજ રીતે વાતચીત કરવામાં સફળ રહી હતી. "આપણી સંસ્કૃતિના ભાગરૂપે અમે દરરોજ સવારે પ્રથમ શોટ પહેલાં ગણપતિ આરતી કરીએ છીએ. રશિયાથી આવેલા ક્રૂએ પહેલા બે દિવસ સુધી આ નિરીક્ષણ કર્યું હતું અને તમને વિશ્વાસ નહીં આવે કે તેઓએ ત્રીજા દિવસથી આરતી કરવાનું શરૂ કર્યું હતું. તેઓએ કહ્યું કે અમને સમજાતું નથી, પણ તેમ કરવું સારું લાગે છે." તેઓ હસ્યા.
વૈભવ માંગલેએ સમજાવ્યું કે, રશિયાની એક સ્થળ તરીકેની પસંદગી માત્ર તેની આકર્ષક ભૂગોળ માટે જ નહીં, પરંતુ કોંકણ સાથેના તેના સાંસ્કૃતિક વિરોધાભાસ માટે પણ ઇરાદાપૂર્વક કરવામાં આવી હતી. સાઇબિરિયાના બરફથી ઢંકાયેલા લેન્ડસ્કેપ્સે વાર્તામાં ભાવનાત્મક અને ભૌગોલિક વિભાજન માટે એક સંપૂર્ણ પૃષ્ઠભૂમિ પ્રદાન કરી હતી, જે લીલાછમ, ઉષ્ણકટિબંધીય કોંકણ ક્ષેત્રના વિરોધાભાસી વિષયોને પ્રતિબિંબિત કરે છે.
આ ફિલ્મની જાણીતી અભિનેત્રી છાયા કદમે બંને દેશો વચ્ચેના વિરોધાભાસને રજૂ કરવાનો પોતાનો અનુભવ શૅર કર્યો હતો. તેમણે સમજાવ્યું "હું ગજેન્દ્રની મોટી ચાહક છું, અને તેમની સાથે કામ કરવાથી મને રશિયા અને ભારત વચ્ચેના તીવ્ર સાંસ્કૃતિક મતભેદોને રજૂ કરવાની તક મળી."
આ ફિલ્મના મુખ્ય અભિનેતા સરફરાઝ આલમ સાફુએ સેટમાં અનુભવેલી સહયોગી ભાવના પર વધુ ભાર મૂક્યો હતો. મોસ્કોમાં રહેતા સાફુએ નાના ક્રૂની ઓછામાં ઓછા સાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કામ કરવાની ક્ષમતાની પ્રશંસા કરી હતી. સાફુએ કહ્યું "મર્યાદિત સંસાધનો હોવા છતાં, અમે શૂટિંગને ખેંચવામાં સફળ રહ્યા. દિગ્દર્શક ગજેન્દ્રએ મને મારી જાતને વ્યક્ત કરવાની જગ્યા આપી, અને હું કાસ્ટ અને ક્રૂ પાસેથી ઘણું શીખ્યો." તેમણે પ્રેક્ષકો પર ફિલ્મની ભાવનાત્મક અસર પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં ઘણા રશિયન દર્શકો, જેઓ અહીં ઇફ્ફીના પ્રતિનિધિઓ તરીકે આવ્યા છે, સ્ક્રીનિંગ દરમિયાન આંસુએ રડી પડ્યા હતા. તેમણે નોંધ્યું હતું કે, "બંને દેશો વચ્ચેનું જોડાણ વધી રહ્યું છે." સફુએ કહ્યું, "મને આશા છે કે આ ફિલ્મ રશિયન અને ભારતીય ફિલ્મ નિર્માતાઓ વચ્ચે વધુ સહયોગને પ્રેરિત કરશે."
કોંકણના અદભૂત બીચથી માંડીને સાઇબિરિયાના થીજવી નાખે તેવા, બરફથી ઢંકાયેલા લેન્ડસ્કેપ્સ સુધી, આ ફિલ્મ એકદમ વિઝ્યુઅલ કોન્ટ્રાસ્ટ રજૂ કરે છે જે પાત્રોની ભાવનાત્મક ઉથલપાથલને પ્રતિબિંબિત કરે છે.
પત્રકાર પરિષદ દરમિયાન ફિલ્મ સર્જકોએ મિડિયા અને પ્રેક્ષકોને પ્રાદેશિક સિનેમાને ટેકો આપવા વિનંતી કરી હતી. આહિરે કહ્યું, "આ એક પ્રાદેશિક ફિલ્મ છે જે દરેક ભારતીયને જોવા લાયક છે. "તે માત્ર બે સંસ્કૃતિઓ વચ્ચે ફસાયેલી છોકરીની વાર્તા વિશે જ નથી, પરંતુ તે કુટુંબ, પ્રેમ અને પોતાનાપણાના સાર્વત્રિક વિષયો વિશે છે."
કુ. નિકિતા જોશીએ પત્રકાર પરિષદનું સંચાલન કર્યું હતું.
તમે પ્રેસ કોન્ફરન્સ અહીં જોઈ શકો છો:
ફિલ્મ વિશે
સ્નો ફ્લાવર' જાન્યુઆરી 2024માં ભારતભરમાં થિયેટરમાં રજૂ કરવામાં આવી હતી.
સ્નો ફ્લાવરનું હૃદય એક યુવાન છોકરી પરીની ભાવનાત્મક સફરમાં રહેલું છે, જે પોતાને બે અલગ અલગ દુનિયા વચ્ચે ફસાયેલી જુએ છે. આ વાર્તા બે દેશોમાં જોવા મળે છે: ભારતના કોંકણમાં, બબલ્યા નામનું પાત્ર, એક યુવાન સ્વપ્નદ્રષ્ટા છે જે રશિયાનો પ્રવાસ કરી રહેલા દશાવતાર થિયેટર જૂથમાં જોડાવા માટે ઝંખના કરે છે. જે તેના માતાપિતા, દિગ્યા અને નંદા સાથેના તેના સંબંધોને તણાવપૂર્ણ બનાવે છે. રશિયામાં, બબ્લ્યા એક જીવન શરૂ કરે છે, લગ્ન કરે છે, અને તેને એક પુત્રી પરી છે. જો કે, જ્યારે પબની બોલાચાલીમાં બબ્લ્યાનું મોત થઈ જાય છે, અને તેના માતાપિતા અનાથ પરીને કોંકણ પાછી લાવવા રશિયાનો પ્રવાસ કરે છે. તેમના પ્રેમ અને તેને ઉછેરવાના પ્રયત્નો છતાં, તેઓને ટૂંક સમયમાં જ ખ્યાલ આવે છે કે છોકરીનું સાચું સ્થાન રશિયામાં છે, જ્યાં તે પરિપૂર્ણતા અને ખુશી મેળવી શકે છે. એક હ્રદયસ્પર્શી નિર્ણયમાં, નંદા યુવતી અને તેના વતન વચ્ચેના ઊંડા જોડાણને સ્વીકારે છે અને પરીને રશિયા પરત મોકલી દે છે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2076581)
Visitor Counter : 52