પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
Posted On:
20 NOV 2024 8:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરના રોજ રિયો ડી જાનેરોમાં G20 સમિટની સાથે સાથે બ્રાઝિલના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ લુલાનો તેમના આતિથ્ય સત્કાર માટે આભાર માન્યો હતો અને બ્રાઝિલના G-20 અને IBSA પ્રેસિડન્સીની સફળતા બદલ તેમને અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રીએ ગરીબી અને ભૂખ સામે વૈશ્વિક જોડાણની સ્થાપના માટે બ્રાઝિલની પહેલની પ્રશંસા કરી અને તેના માટે ભારતનું મજબૂત સમર્થન વ્યક્ત કર્યુ હતું.
G-20 ટ્રોઇકાના સભ્ય તરીકે, પ્રધાનમંત્રીએ બ્રાઝિલના જી-20 એજન્ડા માટે ભારતના સમર્થનને પણ રેખાંકિત કર્યું હતું જે ટકાઉ વિકાસ અને વૈશ્વિક શાસન સુધારણા પર કેન્દ્રિત છે, જેણે વૈશ્વિક દક્ષિણની ચિંતાઓને પ્રાધાન્ય આપ્યું છે. તેમણે આવતા વર્ષે BRICS અને COP 30ના બ્રાઝિલના નેતૃત્વ માટે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમને ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.
બેઠક દરમિયાન, ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને વધારવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કૃષિ, સંરક્ષણ, ડિજિટલ ટેકનોલોજી, પ્રવાસન, બાયોફ્યુઅલ, ફાર્માસ્યુટિકલ્સ અને અવકાશ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
બંને નેતાઓએ વૈશ્વિક અને પ્રાદેશિક મહત્વના મુદ્દાઓ પર પણ વિચાર વિનિમય કર્યો હતો.
AP/IJ/GP/JD
(Release ID: 2075242)
Visitor Counter : 22