ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

એક ઉચ્ચસ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળે બ્રાઝીલના વેલેમમાં જી-20 ડીઆરઆરડબ્લ્યૂજી મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લીધો

Posted On: 02 NOV 2024 10:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાની આગેવાનીમાં ઉચ્ચ-સ્તરના ભારતીય પ્રતિનિધિમંડળે 30 ઑક્ટોબરથી 1 નવેમ્બર 2024 સુધી બ્રાઝીલના બેલેમમાં આયોજિત જી-20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રૂપ (DRRWG) મંત્રી સ્તરની બેઠકમાં ભાગ લીધો.

ભારતીય પ્રતિનિધિમંડળની સક્રિય ભાગીદારી સાથે, ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (DRR) પર પ્રથમ મંત્રી સ્તરીય ઘોષણાને અંતિમ સ્વરૂપ આપવા માટે સર્વસંમતિ સધાઈ. વિવિધ મંત્રી સ્તરીય સત્રો દરમિયાન પોતાના વ્યાખ્યાનોમાં ડૉ. પી.કે. મિશ્રાએ ભારતમાં આપત્તિના જોખમો ઘટાડવા અને આપત્તિના ધિરાણને વધારવામાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી પ્રગતિને શેર કરી હતી.

ડૉ. પીકે મિશ્રાએ આપત્તિ જોખમ ઘટાડવા (DRR)  પ્રત્યે ભારતના સક્રિય દ્રષ્ટિકોણ પર ભાર મૂક્યો, DRRWGની પાંચ પ્રાથમિકતાઓ પર, જે જી-20ની ભારતીય અધ્યક્ષતા દરમિયાન જાહેર કરવામાં આવી હતી એટલે કે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, આપત્તિ સ્થિતિસ્થાપક માળખાકીય સુવિધા, DRR ધિરાણ, સ્થિતિસ્થાપક પુનઃપ્રાપ્તિ અને પ્રકૃતિ આધારિત સમાધાન. આપદા પ્રતિરોધી અવસંરચનામાં, તેમણે ડિઝાસ્ટર રેઝિલિયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (CDRI)ની પ્રધાનમંત્રીની વૈશ્વિક પહેલને શેર કરી, જેમાં હવે 40 દેશો અને 7 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સભ્ય તરીકે છે.

પ્રધાનમંત્રીના મુખ્ય સચિવે સેન્ડાઈ ફ્રેમવર્ક પ્રત્યે ભારત સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને વૈશ્વિક સ્તરે આપત્તિની સ્થિતિ સ્થાપકતાને વધારવા માટે જ્ઞાનની વહેંચણી, ટેક્નોલોજી ટ્રાન્સફર અને સતત વિકાસ પર આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા હાકલ કરી.

ભારતીય પ્રતિનિધિમંડળે બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકાના પ્રધાનો સાથે ટ્રોઇકા બેઠકમાં પણ ભાગ લીધો હતો અને યજમાન દેશ બ્રાઝીલ અને અન્ય દેશો જેવા કે જાપાન, નોર્વે, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, જર્મનીના મંત્રીઓ અને આમંત્રિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.

એક્સ્ટ્રીમ હીટ પર યુએનએસજીના કોલનો પ્રતિસાદ આપતા, પ્રધાનમંત્રીના અગ્ર સચિવે સ્થાનિક પરિસ્થિતિઓને અનુરૂપ પરંપરાગત પ્રથાઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સહિતના અનુભવો અને લેવામાં આવતા પગલાંઓને શેર કર્યાં.

પહેલી ડીઆરઆર ડબલ્યૂજી 2023માં જી-20ના પ્રમુખપદ દરમિયાન ભારતની પહેલ પર સ્થાપના કરવામાં આવી હતી. . ડૉ. મિશ્રાએ DRR WGની ચાલુ રાખવા અને તેને મંત્રી સ્તર સુધી વધારવા માટે બ્રાઝીલની અધ્યક્ષતાને અભિનંદન પાઠવ્યા અને આવતા વર્ષે જી-20ની અધ્યક્ષતામાં ડીઆરઆર ડબ્લ્યૂજી પર દક્ષિણ આફ્રિકાને ભારતના સમર્થનની ખાતરી આપી હતી.

ભારતની ભાગીદારી વૈશ્વિક DRR પ્રયાસોમાં તેની વધતી જતી ભૂમિકા તથા એક સુરક્ષિત અને વધુ સ્થિતિસ્થાપક વિશ્વના નિર્માણ માટેની તેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2070271) Visitor Counter : 86