ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાયના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ ફિલિપાઈન્સના મનીલામાં આપત્તિ જોખમ ઘટાડવા (APMCDRR) 2024 પર એશિયા-પેસિફિક મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લીધો
ભારતના ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (DRR) વ્યૂહરચના માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 10 પોઇન્ટ એજન્ડાના અનુસંધાનમાં આફતોની અસરને ઘટાડવા માટે સમાવિષ્ટ અને સક્રિય પગલાં અમલમાં મૂકવા માટે ભારત પ્રતિબદ્ધ છે
આપત્તિ સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગઠબંધન (CDRI), ભારતની એક પહેલ છે જેના હવે 47 સભ્ય દેશ સભ્ય છે અને તે આપત્તિ-સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા માટે તકનીકી સહાય અને ક્ષમતા-નિર્માણ પ્રદાન કરે છે
Posted On:
16 OCT 2024 12:31PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાયના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળે ફિલિપાઈન્સના મનીલામાં એશિયા-પેસિફિક મિનિસ્ટરીયલ કોન્ફરન્સ ઓન ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (APMCDRR) 2024માં ભાગ લીધો હતો. કોન્ફરન્સનું ઉદ્ઘાટન રિપબ્લિક ઓફ ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ શ્રી બોંગબોંગ માર્કોસ દ્વારા કરવામાં આવ્યું હતું. "2030 સુધી વૃદ્ધિ: આપત્તિ જોખમ ઘટાડવા માટે એશિયા પેસિફિકમાં મહત્વાકાંક્ષા વધારવા" થીમ હેઠળની કોન્ફરન્સમાં સમગ્ર એશિયા-પેસિફિક ક્ષેત્રના મંત્રીઓ અને નીતિ ઘડવૈયાઓએ જળવાયુ સંબંધિત વધતા પડકારોનો સામનો કરવા માટે આપત્તિના જોખમોને ઘટાડવા માટેની વ્યૂહરચનાઓની ચર્ચા કરવા માટે એક સાથે આવ્યા.
મંત્રી સ્તરીય નિવેદનમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાયે સ્વીકાર્યું કે આપત્તિઓ નિર્વિવાદ વાસ્તવિકતા છે જેને અવણની ન શકાય કેમકે જેમાં જીવન, અર્થતંત્ર અને સમગ્ર વિકાસને નુકસાન પહોંચે છે. તેમણે આપત્તિઓના પ્રભાવને ઘટાડવા માટે સમાવિષ્ટ અને સક્રિય પગલાં અમલમાં મૂકવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો, કે જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (ડીઆરઆર) વ્યૂહરચના માટેના 10 પોઇન્ટ એજન્ડાને અનુરૂપ છે.
મંત્રીએ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (ડીઆરઆર)માં મુખ્ય પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેમકે પ્રારંભિક ચેતવણી પ્રણાલી (EWS) અને ત્વરીત કાર્યવાહી, આપત્તિ સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને DRR માટે નાણાકીય જોગવાઈઓ. રાજ્ય મંત્રીએ EWS માટેની આધુનિક તકનીકો જેમ કે કોમન એલર્ટિંગ પ્રોટોકોલ (CAP) અને સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ્સ, ભારતીય સુનામી અર્લી વોર્નિંગ સેન્ટર (ITEWC)ની સ્થાપના પર ભાર મૂક્યો, જે છેલ્લા માઈલ કનેક્ટિવિટી માટે હિંદ મહાસાગરના 25 દેશોને સુનામી સલાહ પ્રદાન કરે છે.
શ્રી નિત્યાનંદ રાયે સતત વિકાસના પાયાના પથ્થર તરીકે માળખાકીય સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહિત કરવામાં ભારતના નેતૃત્વ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિએન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઈ), ભારતની પહેલ હવે 47 સભ્ય દેશો ધરાવે છે અને તે આપત્તિ સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા માટે તકનીકી સહાય અને ક્ષમતા-નિર્માણ પ્રદાન કરે છે.
ગૃહ રાજ્ય મંત્રીએ એ પણ માહિતી આપી હતી કે સંસ્થાકીય મિકેનિઝમ્સ દ્વારા DRR માટે સમર્પિત નાણાકીય જોગવાઈઓ ધરાવતા કેટલાક દેશોમાં ભારત એક છે અને ભારતના 15મા નાણાં પંચે નાણાકીય ચક્ર 2021-22થી 2025-26 માટે રાજ્ય આપત્તિ માટે રિસ્ક મેનેજમેન્ટ ફંડ (SDRMF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ ફંડ (NDRMF) માટે 30 બિલિયન અમેરિકી ડોલર ફાળવ્યા છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2065265)
Visitor Counter : 73
Read this release in:
Odia
,
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Tamil
,
Kannada
,
Malayalam