માહિતી અને પ્રસારણ મંત્રાલય
માહિતી અને પ્રસારણ મંત્રાલય કર્મચારીઓ માટે ઓનલાઇન શિક્ષણની સુવિધા માટે iGOT લેબની સ્થાપના કરશે
Posted On:
15 OCT 2024 6:11PM by PIB Ahmedabad
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોનાં રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગને મંત્રાલયને મંત્રાલયને સૂચના આપી છે કે, મંત્રાલયની અંદર તમામ કર્મચારીઓ માટે ઓનલાઇન શિક્ષણની સુવિધા માટે આઇજીઓટી લેબ સ્થાપિત કરવામાં આવે. આ પહેલ મંત્રાલયના વાર્ષિક ક્ષમતા નિર્માણ કેલેન્ડરની વ્યાપક સમીક્ષા અને આઇજીઓટી પોર્ટલ પર કર્મચારીઓની ઓનબોર્ડિંગ સ્થિતિની વિસ્તૃત સમીક્ષાને અનુસરે છે.
માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રી સંજય જાજુ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક દરમિયાન ડૉ. મુરુગને નિર્દેશ આપ્યો હતો કે મંત્રાલયના તમામ કર્મચારીઓને 19 ઓક્ટોબર સુધીમાં આઇજીઓટી પોર્ટલ પર લઈ જવામાં આવે. મંત્રાલયે તેના કાર્યબળની વ્યાવસાયિક કુશળતા વધારવા માટે બજેટ મેનેજમેન્ટ, જેન્ડર સેન્સિટાઇઝેશન, લીડરશીપ અને ટીમ બિલ્ડિંગ સહિત 16 અભ્યાસક્રમોની પસંદગી કરવાની ભલામણ કરી છે.
સહભાગિતાને પ્રોત્સાહિત કરવા મંત્રાલયે દર ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ અભ્યાસક્રમો પૂર્ણ કરનારા કર્મચારીઓનું સન્માન કરવાનો નિર્ણય પણ લીધો છે. તદુપરાંત, મંત્રાલયની શીખવાની યોજના અને તમામ મીડિયા એકમોમાં વિભાગીય વ્યૂહરચનાઓનો અસરકારક રીતે સંચાર કરવા માટે એક વર્કશોપ યોજવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ મંત્રાલય દ્વારા ફરિયાદો અને આરટીઆઈ અરજીઓના સંચાલનની પણ સમીક્ષા કરી હતી તથા પારદર્શકતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા તમામ કેસોના સમયસર નિરાકરણના મહત્વ પર ભાર મૂક્યો હતો.
AP/GP/JD
(Release ID: 2065090)
Visitor Counter : 88