માહિતી અને પ્રસારણ મંત્રાલય
ખાનગી એફએમ રેડિયો ફેઝ-III ચેનલોની ત્રીજી બેચની ઇ-ઓક્શન માટે અરજીઓ આમંત્રિત
Posted On:
15 OCT 2024 4:49PM by PIB Ahmedabad
ભારતમાં 234 નવા શહેરોમાં 730 ખાનગી રેડિયો ચેનલોના રોલઆઉટ માટે, સરકારે ખાનગી એફએમ રેડિયો ફેઝ-III ચેનલોની ત્રીજી બેચના ઇ-ઓક્શન માટે સંભવિત બિડર પાસેથી અરજીઓ આમંત્રિત કરતી નોટિસ જારી કરી છે.
આ શહેરોમાં FM ચેનલોની વાર્ષિક લાઇસન્સ ફી GST સિવાયની કુલ આવકના 4% તરીકે વસૂલવામાં આવશે. આ શહેરોમાં ચેનલોની હરાજી માટેની આરક્ષિત કિંમત TRAI દ્વારા 2022ની ભલામણ કરેલ કિંમતો મુજબ છે. અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 18મી નવેમ્બર, 2024 છે.
સંપૂર્ણ સૂચના અને FM તબક્કો-III નીતિ માર્ગદર્શિકા માહિતી અને પ્રસારણ મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને અહીં લિંક પર ક્લિક કરીને ઍક્સેસ કરી શકાય છે.
AP/GP/JD
(Release ID: 2065029)
Visitor Counter : 42