પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરી

પોસ્ટેડ ઓન: 22 SEP 2024 11:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79માં સત્રની સાથે સાથે કુવૈત રાજ્યના રાજકુમાર મહામહિમ શેખ સબાહ ખાલેદ અલ-હમાદ અલ-મુબારક અલ-સબાહ સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી અને કુવાના ક્રાઉન પ્રિન્સ વચ્ચે આ પહેલી મુલાકાત હતી.

પ્રધાનમંત્રીએ તેમને જણાવ્યું હતું કે, ભારત કુવૈત સાથેનાં દ્વિપક્ષીય સંબંધોને સૌથી વધારે મહત્ત્વ આપે છે. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે મજબૂત ઐતિહાસિક સંબંધો અને લોકો વચ્ચેનાં જોડાણને યાદ કર્યું હતું. તેમણે સંતોષ સાથે નોંધ્યું હતું કે, બંને દેશો ઊર્જા અને ખાદ્ય સુરક્ષાની જરૂરિયાતો સાથે એકબીજાને ટેકો આપી રહ્યાં છે. તેમણે બંને દેશોનાં પારસ્પરિક લાભ માટે દ્વિપક્ષીય સંબંધોને ગાઢ અને વૈવિધ્યપૂર્ણ બનાવવા દ્રઢ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ કુવૈતમાં વસતા ભારતીય સમુદાયની સુખાકારી સુનિશ્ચિત કરવા બદલ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો, જે દેશમાં પ્રવાસી સમુદાયનું સૌથી મોટું જૂથ છે.

બંને દેશોના નેતૃત્વ વચ્ચેની બેઠકથી ભારત અને કુવૈત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ મળશે તેવી અપેક્ષા છે.

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2057815) મુલાકાતી સંખ્યા : 107