ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ખેડૂતોના હિતને સર્વોપરી રાખ્યું છે અને ખેડૂતોને વાજબી ભાવ મળી રહે તે માટે નિકાસ વધારી રહી છે
નિકાસમાં વધારો કરીને ખેડૂતો તેમના પાકના મહત્તમ ભાવ મેળવી શકશે
ડુંગળી પરનો લઘુત્તમ નિકાસ ભાવ દૂર કરવાનો અને નિકાસ ડ્યૂટી 40%થી ઘટાડીને 20% કરવાનો નિર્ણય ડુંગળીની નિકાસમાં વધારો કરશે અને ડુંગળી ઉત્પાદક ખેડૂતોની આવકમાં વધારો કરશે
બાસમતી ચોખા પર MEP સમાપ્ત કરવાનો નિર્ણય બાસમતી ચોખા ઉત્પાદક ખેડૂતોને તેમની નિકાસ કરીને વધુ નફો મેળવવા સક્ષમ બનાવશે
મોદી સરકારે ક્રૂડ પામ, સોયા અને સનફ્લાવર ઓઈલ પર ઈમ્પોર્ટ ડ્યૂટી 12.5%થી વધારી 32.5% અને તેમના રિફાઈન્ડ ઓઈલ પર ડ્યૂટી 13.75%થી વધારીને 35.75% કરવાનો નિર્ણય લીધો છે
મોદી સરકારના નિર્ણયથી ભારતના સોયાબીન ખેડૂતોને તેમના પાકના સારા ભાવ મળશે અને તેમની આવકમાં વધારો થશે
Posted On:
14 SEP 2024 4:43PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર ખેડૂતોને તેમના પાકની વાજબી કિંમત મળે તે સુનિશ્ચિત કરવા માટે નિકાસને વેગ આપી રહી છે, જેથી તેઓ તેમના ઉત્પાદન માટે મહત્તમ મૂલ્ય મેળવી શકે.
'એક્સ' પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં શ્રી અમિત શાહે ઉલ્લેખ કર્યો હતો કે, ખેડૂતોનાં કલ્યાણને સર્વોપરી રાખતાં મોદી સરકારે ત્રણ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છેઃ
1. મોદી સરકારે ડુંગળી પર મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ (એમઇપી) હટાવવાનો અને એક્સપોર્ટ ડ્યૂટી 40 ટકાથી ઘટાડીને 20 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. આનાથી ડુંગળીની નિકાસમાં વધારો થશે, પરિણામે ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોની આવકમાં વધારો થશે.
2. સરકારે બાસમતી ચોખા પરની એમઇપીને દૂર કરવાનો પણ નિર્ણય લીધો છે, જેનાથી બાસમતી ચોખાનું ઉત્પાદન કરતા ખેડૂતો નિકાસ કરી શકે છે અને વધુ નફો મેળવી શકે છે.
3. આ ઉપરાંત, મોદી સરકારે ક્રૂડ પામ, સોયાબીન અને સૂર્યમુખીના તેલની આયાત પરની ડ્યુટી 12.5 ટકાથી વધારીને 32.5 ટકા અને તેમના રિફાઇન્ડ તેલ પર 13.75 ટકાથી વધારીને 35.75 ટકા કરવાનો નિર્ણય લીધો છે. આ સુનિશ્ચિત કરશે કે ભારતીય સોયાબીનના ખેડૂતોને તેમના પાક માટે સારા ભાવ મળે, જેથી તેમની આવકમાં વધારો થાય.
AP/GP/JD
(Release ID: 2055025)
Visitor Counter : 85