શ્રમ અને રોજગાર મંત્રાલય
EPS પેન્શનરો 1લી જાન્યુઆરી 2025થી ભારતમાં કોઈપણ બેંક, કોઈપણ શાખામાંથી પેન્શન મેળવશે: ડૉ. માંડવિયા
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ EPS 1995 હેઠળ પેન્શન માટે સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (CPPS)ને મંજૂરી આપી; 78 લાખથી વધુ EPS પેન્શનરોને ફાયદો થશે
આગામી તબક્કામાં આધાર-આધારિત પેમેન્ટ સિસ્ટમ (ABPS)માં ફેરફાર
Posted On:
04 SEP 2024 2:43PM by PIB Ahmedabad
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તથા ઈપીએફના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરપર્સને કર્મચારી પેન્શન યોજના, 1995 માટે સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (સીપીપીએસ)ની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. સીપીપીએસ રાષ્ટ્રીય સ્તરની કેન્દ્રીયકૃત પ્રણાલીની સ્થાપના કરીને એક મોટો બદલાવ સૂચવે છે, જે સમગ્ર ભારતમાં કોઈ પણ બેંક, કોઈ પણ શાખા દ્વારા પેન્શન વિતરણને સક્ષમ બનાવે છે.
આ સીમાચિહ્નરૂપ નિર્ણય અંગે વાત કરતાં કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, "સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (સીપીપીએસ)ની મંજૂરી ઇપીએફઓના આધુનિકીકરણમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ બેંક, કોઈ પણ શાખામાંથી પેન્શનરોને તેમનું પેન્શન પ્રાપ્ત કરવા સક્ષમ બનાવીને, આ પહેલ પેન્શનર્સ દ્વારા લાંબા સમયથી સામનો કરવામાં આવતા પડકારોનું સમાધાન કરે છે અને એક અવિરત અને કાર્યક્ષમ વિતરણ વ્યવસ્થાને સુનિશ્ચિત કરે છે. ઇપીએફઓને વધુ મજબૂત, પ્રતિભાવશીલ અને ટેક-સક્ષમ સંસ્થામાં પરિવર્તિત કરવાના અમારા ચાલુ પ્રયાસોમાં આ એક નિર્ણાયક પગલું છે, જે તેના સભ્યો અને પેન્શનર્સની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે."
સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમથી ઇપીએફઓના 78 લાખથી વધુ ઇપીએસ પેન્શનર્સને લાભ થવાની અપેક્ષા છે. અદ્યતન આઇટી અને બેંકિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તે પેન્શનર્સ માટે વધારે કાર્યદક્ષ, સાતત્યપૂર્ણ અને વપરાશકર્તાને અનુકૂળ અનુભવ પ્રદાન કરશે.
જ્યારે પેન્શનર એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે અથવા તેની બેંક કે શાખામાં ફેરફાર કરે, ત્યારે પણ સીપીપીએસ પેન્શન પેમેન્ટ ઓર્ડર્સ (પીપીઓ)ને એક ઓફિસમાંથી બીજી ઓફિસમાં તબદીલ કરવાની જરૂર વિના સમગ્ર ભારતમાં પેન્શનનું વિતરણ સુનિશ્ચિત કરશે. નિવૃત્તિ પછી તેમના વતન જતા પેન્શનરોને આ એક મોટી રાહત હશે.
આ સુવિધા ઇપીએફઓના ચાલી રહેલા આઇટી આધુનિકીકરણ પ્રોજેક્ટ સેન્ટ્રલાઇઝ્ડ આઇટી સક્ષમ સિસ્ટમ (CITES 2.01)ના ભાગરૂપે 1 જાન્યુઆરી 2025થી શરૂ કરવામાં આવશે. આગામી તબક્કામાં સીપીપીએસ આધાર-આધારિત પેમેન્ટ સિસ્ટમ (એબીપીએસ)માં સરળ સંક્રમણને સક્ષમ બનાવશે.
સીપીપીએસ વર્તમાન પેન્શન વિતરણ પ્રણાલીથી એક આદર્શ પરિવર્તન છે, જે વિકેન્દ્રિત છે, જેમાં ઇપીએફઓની દરેક ઝોનલ/પ્રાદેશિક કચેરીએ માત્ર 3-4 બેંકો સાથે અલગ સમજૂતી જાળવી રાખી છે. પેન્શનર્સે પણ પેન્શન શરૂ થાય તે સમયે કોઈપણ ચકાસણી માટે શાખાની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં અને પેન્શન રિલીઝ થયા પછી તરત જ જમા કરવામાં આવશે. આ ઉપરાંત, ઇપીએફઓ નવી સિસ્ટમમાં ગયા પછી પેન્શન વિતરણમાં ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા રાખે છે.
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2051733)
Visitor Counter : 159
Read this release in:
Telugu
,
Tamil
,
English
,
Manipuri
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Bengali-TR
,
Punjabi
,
Kannada
,
Malayalam