મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

મહિલા અને બાળ વિકાસ મંત્રીએ મહિલાઓ માટે કાર્યસ્થળોને સુરક્ષિત બનાવવા માટે નવું She-Box પોર્ટલ લોન્ચ કર્યું


મહિલા અને બાળ વિકાસ મંત્રીએ મંત્રાલયની નવી વેબસાઇટ લોન્ચ કરી

Posted On: 29 AUG 2024 4:24PM by PIB Ahmedabad

મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીના નેતૃત્વમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે નવું She-Box પોર્ટલ લોન્ચ કર્યું છે, જે કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણીની ફરિયાદો નોંધવા અને તેનું નિરીક્ષણ કરવા માટેનું કેન્દ્રિય પ્લેટફોર્મ છે. આ પોર્ટલનો લોંચ પ્રોગ્રામ 29 ઓગસ્ટ, 2024ના રોજ નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે મંત્રાલયની નવી વેબસાઈટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુર અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZS77.jpg

નવું She-Box પોર્ટલ દેશભરમાં રચાયેલી આંતરિક સમિતિઓ (IC) અને સ્થાનિક સમિતિઓ (LC) સંબંધિત માહિતીના કેન્દ્રિય ભંડાર તરીકે સેવા આપે છે જેમાં સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તે ફરિયાદો નોંધાવવા, તેમની સ્થિતિને ટ્રેક કરવા અને IC દ્વારા ફરિયાદો પર સમયસર કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ પોર્ટલ તમામ હિતધારકો માટે ફરિયાદોનું ખાતરીપૂર્વક નિવારણ અને સુવ્યવસ્થિત પ્રક્રિયા પ્રદાન કરે છે. આ પોર્ટલ નિયુક્ત નોડલ ઓફિસર મારફત ફરિયાદોનું રીઅલ-ટાઇમ મોનિટરિંગની સુવિધા આપશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002NW0T.jpg https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003FKMN.jpg

આગામી 25 વર્ષમાં ભારત તેની આઝાદીની શતાબ્દીએ પહોંચશે તેમ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકાર 2047 સુધીમાં "વિકસિત ભારત" માટે પ્રતિબદ્ધ છે. આ હાંસલ કરવા માટે, સરકારે છેલ્લા એક દાયકામાં મહિલાઓની આગેવાની-વિકાસ પર નોંધપાત્ર ભાર મૂક્યો છે અને સમાવેશી આર્થિક વૃદ્ધિને ચલાવવામાં મહિલા નેતૃત્વની મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા આપી છે.

વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધારવાની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કાર્યસ્થળો સુરક્ષિત અને સંરક્ષિત છે જેથી મહિલાઓ આગળ વધી શકે અને સફળ થઈ શકે. કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી (રોકથામ, નિષેધ અને નિવારણ) અધિનિયમ, 2013 મહિલાઓને કામના સ્થળે જાતીય સતામણીથી બચાવવા અને તેમની ફરિયાદોનું નિવારણ કરવાનો પ્રયાસ કરે છે. આ પ્રતિબદ્ધતાના અનુસંધાનમાં, નવું She-Box પોર્ટલ એ કાર્યસ્થળ પર જાતીય સતામણીની ફરિયાદોને ઉકેલવા અને તેનું સંચાલન કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

She-Box પોર્ટલ ઉપરાંત, મંત્રાલયે ભારત સરકારની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિકસિત એક નવી વેબસાઇટ પણ શરૂ કરી છે. વેબસાઇટનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય અને વૈશ્વિક લાભાર્થીઓ સાથે સરકારી જોડાણને વધારવા માટે ડિજિટલ પ્લેટફોર્મ પર મજબૂત ઉપસ્થિતિ ઊભી કરવાનો છે. ડિજિટલ પ્લેટફોર્મ નાગરિકો માટે સંપર્કનું પ્રાથમિક બિંદુ હોવાથી, મજબૂત અને આકર્ષક બ્રાન્ડની ઉપસ્થિતિ જાળવવી જરૂરી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004GXE2.jpg https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005Q9V0.jpg

આ કાર્યક્રમમાં બોલતા, શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું હતું કે, “કાર્યસ્થળે જાતીય સતામણી અંગેની ફરિયાદોને ઉકેલવા માટે આ પહેલ વધુ કાર્યક્ષમ અને સુરક્ષિત પ્લેટફોર્મ પૂરું પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. " તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પોર્ટલ એ સુનિશ્ચિત કરશે કે વ્યક્તિગત માહિતીને સાર્વજનિક કર્યા વિના સુરક્ષિત રીતે ફરિયાદો નોંધાવી શકાય.

She-Box પોર્ટલ અને મંત્રાલયની નવી વેબસાઇટ અનુક્રમે https://shebox.wcd.gov.in/ અને https://wcd.gov.in/ પર એક્સેસ કરી શકાય છે.

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com




(Release ID: 2049784) Visitor Counter : 142