ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા સાથે વાત કરી અને રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી
મોદી સરકાર સંકટની આ ઘડીમાં ત્રિપુરાના ભાઈ-બહેનોની સાથે ખડકની જેમ ઉભી છે
કેન્દ્ર સરકાર બોટ અને હેલિકોપ્ટરની સાથે NDRF ટીમોને પણ રાજ્યમાં મોકલી રહી છે, જે સ્થાનિક વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરશે
ગૃહમંત્રીએ કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી
प्रविष्टि तिथि:
22 AUG 2024 12:35PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા સાથે વાત કરી અને રાજ્યમાં પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
X પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું કે મોદી સરકાર સંકટની આ ઘડીમાં ત્રિપુરાના ભાઈ-બહેનોની સાથે ખડકની જેમ ઉભી છે. કેન્દ્ર સરકાર બોટ અને હેલિકોપ્ટરની સાથે NDRF ટીમોને પણ રાજ્યમાં મોકલી રહી છે, જે સ્થાનિક વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરશે. ગૃહમંત્રીએ કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2047615)
आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Tamil
,
Kannada