માહિતી અને પ્રસારણ મંત્રાલય

ભારતે મેડ ઈન ઈન્ડિયા ગેમિંગ પ્રોડક્ટ્સ બનાવવા માટે પોતાના સમૃદ્ધ પ્રાચીન વારસા અને સાહિત્યનો લાભ લેવો જોઈએઃ પ્રધાનમંત્રી


ગેમિંગ ઉદ્યોગના અમારા ઉત્પાદનો સમગ્ર વિશ્વમાં પહોંચવા જોઈએ; આપણે એનિમેશનની દુનિયામાં પણ આપણું વર્ચસ્વ સ્થાપિત કરવું જોઈએ: શ્રી નરેન્દ્ર મોદી

Posted On: 15 AUG 2024 12:29PM by PIB Ahmedabad

આજે 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને કરેલા સંબોધનમાં ભારતની જનતાને દેશના વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક નેતા બનાવવાની દિશામાં કામ કરવાનું આહ્વાન કર્યું હતું.

ગ્લોબલ ગેમિંગ માર્કેટમાં અગ્રેસર

પીએમ મોદીએ કહ્યું કે, ભારતને મેડ ઈન ઈન્ડિયા ગેમિંગ પ્રોડક્ટ્સની સાથે આવવા માટે પોતાના સમૃદ્ધ પ્રાચીન વારસા અને સાહિત્યનો લાભ લેવો જોઈએ. ગેમિંગ માટે એક મોટું ઊભરતું બજાર છે અને આપણે આ ક્ષેત્રમાં નવી પ્રતિભાઓને સામે લાવી શકીએ છીએ.

શ્રી નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “આપણે દરેક બાળકને સ્વદેશી રીતે વિકસિત રમતો તરફ આકર્ષિત કરી શકીએ છીએ અને હું ઈચ્છું છું કે દરેક ભારતીય બાળક, યુવા, આઈટી પ્રોફેશનલ્સ સહિત એઆઈ પ્રોફેશનલ્સ ગેમિંગની દુનિયાનું નેતૃત્વ કરે - માત્ર રમવામાં જ નહીં, પરંતુ ગેમિંગ ઉત્પાદોને સમગ્ર વિશ્વમાં લઈ જવામાં પણ. તેમણે કહ્યું કે, આપણે એનિમેશનની દુનિયામાં પણ આપણું વર્ચસ્વ સ્થાપિત કરી શકીએ છીએ.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2045623) Visitor Counter : 17