ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને કારણે સર્જાયેલી પરિસ્થિતિ પર લોકસભા અને રાજ્યસભામાં ચર્ચામાં ભાગ લીધો


સંકટની આ ઘડીમાં મોદી સરકાર કેરળની જનતા અને સરકાર સાથે ખડકની જેમ ઉભી છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પોતે કેરળના વાયનાડમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની સતત માહિતી લઈ રહ્યા છે

2014 પહેલા, ભારતમાં આપત્તિ માટે બચાવ-કેન્દ્રિત અભિગમ હતો, પરંતુ મોદી સરકાર હેઠળ, શૂન્ય જાનહાનિ અભિગમ સાથે કામ કરવામાં આવી રહ્યું છે

ભારત સરકારે આ આપત્તિ દરમિયાન બચાવ કાર્યમાં કોઈ કસર છોડી નથી અને રાહત અને પુનર્વસન માટે દરેક શક્ય મદદ અને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

આજે ભારતમાં વિશ્વની સૌથી આધુનિક અર્લી વોર્નિંગ સિસ્ટમ છે

આજે દેશના ઘણા રાજ્યો મોદી સરકારની અર્લી વોર્નિંગ સિસ્ટમ દ્વારા ઝીરો કેઝ્યુઅલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરી રહ્યા છે

કેરળ સરકારને 23 જુલાઇથી આપવામાં આવી અર્લી વોર્નિંગ

ભૂસ્ખલનની સંભાવનાને ધ્યાનમાં રાખીને, 23 જુલાઈએ જ NDRFની 9 ટીમો કેરળ મોકલવામાં આવી હતી

26 જુલાઈના રોજ પણ કેરળ સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે ભારે વરસાદ અને ભૂસ્ખલનની સંભાવના છે, જેમાં લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે

જો આરોપી લગાવનારાઓએ અર્લી વોર્નિંગ વાંચી હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત

જો વિપક્ષ પાસે અર્લી વોર્નિંગ સિસ્ટમ વિશે માહિતીનો અભાવ હોય તો તે ખોટું છે, પરંતુ જો તેમની પાસે માહિતી હોય અને રાજકારણ કરતા હોય તો તે દુઃખદ છે

વરસાદ, હિટવેવ, તોફાન, વીજળી સહિત ચક્રવાત માટે અર્લી વોર્નિંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે

Posted On: 31 JUL 2024 5:30PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે લોકસભા અને રાજ્યસભામાં ચર્ચામાં ભાગ લીધો હતો.

લોકસભામાં ચર્ચામાં ભાગ લેતા, શ્રી અમિત શાહે આ ઘટનામાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા તમામ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આપત્તિના આ સમયમાં નરેન્દ્ર મોદી સરકાર કેરળના લોકો અને રાજ્ય સરકારની સાથે ખડકની જેમ ઉભી છે. શ્રી શાહે કહ્યું કે મોદી સરકાર દ્વારા બચાવ, રાહત અને પુનર્વસન માટે દરેક શક્ય મદદ અને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે 2014 પહેલા ભારતનો આપત્તિ પ્રત્યે બચાવ-કેન્દ્રિત અભિગમ હતો, પરંતુ 2014 પછી મોદી સરકાર હેઠળ, શૂન્ય જાનહાનિના અભિગમ સાથે કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર દ્વારા મોકલવામાં આવેલી માહિતી મુજબ લોકોને સમયસર સુરક્ષિત સ્થળોએ પહોંચાડવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ભારત સરકારે આ આપત્તિ દરમિયાન બચાવ કાર્યમાં કોઈ કસર છોડી નથી અને ખુદ પ્રધાનમંત્રી મોદી પોતે કંટ્રોલ રૂમમાંથી આ અંગે સતત માહિતી મેળવી રહ્યા છે.

અગાઉ, રાજ્યસભામાં આ જ વિષય પરની ચર્ચામાં ભાગ લેતી વખતે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું હતું કે આપત્તિના 7 દિવસ પહેલા 23 જુલાઈએ ભારત સરકાર દ્વારા કેરળ સરકારને આગોતરી ચેતવણી આપવામાં આવી હતી. અને તેની બાદમાં 24મી અને 25મીએ પણ અર્લી વોર્નિંગ આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે 26 જુલાઈના રોજ કેરળ સરકારને જાણ કરવામાં આવી હતી કે 20 સેમીથી વધુનો ભારે વરસાદ થશે અને ભૂસ્ખલનની સંભાવના છે જેના કારણે જાનહાનિ થઈ શકે છે. તેમણે કહ્યું કે જો આરોપ લગાવનારાઓએ વહેલી ચેતવણી વાંચી હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે દેશમાં ઘણી રાજ્ય સરકારો છે જેણે આ પ્રકારની પ્રારંભિક ચેતવણીનો ઉપયોગ કરીને ઝીરો કેઝ્યુઅલ્ટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્યું છે. તેમણે કહ્યું કે ઓડિશામાં 7 દિવસ પહેલા ચક્રવાતનું એલર્ટ મોકલવામાં આવ્યું હતું અને ત્યાં ભૂલથી માત્ર એક વ્યક્તિનો જીવ ગયો હતો. ગુજરાતમાં 3 દિવસ પહેલા એલર્ટ મોકલવામાં આવ્યું હતું અને ત્યાં એક પણ પશુનું મૃત્યુ થયું નથી.

શ્રી અમિત શાહે કહ્યું કે 2014થી ભારત સરકારે અર્લી વોર્નિંગ સિસ્ટમ પર 2000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે અને તે વહેંચાયેલ છે. તેમણે કહ્યું કે તમામ રાજ્યોને 7 દિવસ પહેલા માહિતી મોકલવામાં આવે છે અને તે માહિતી વેબસાઇટ પર દરેક માટે ઉપલબ્ધ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે વરસાદ, હીટવેવ, તોફાન, ચક્રવાત અને વીજળી વિશે માહિતી આપવા માટે અર્લી વોર્નિંગ સિસ્ટમ કાર્યરત છે. તેમણે કહ્યું કે જો વિપક્ષ પાસે અર્લી વોર્નિંગ સિસ્ટમ વિશે માહિતીનો અભાવ હોય તો તે ખોટું છે, પરંતુ જો તેમની પાસે માહિતી હોય અને રાજકારણ કરી રહ્યા હોય તો તે દુઃખદ છે. તેમણે કહ્યું કે ઘણા રાજ્યોએ તેનો ઉપયોગ કર્યો છે અને તેના પરિણામો પણ મળ્યા છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તેમની મંજૂરીથી, 23 જુલાઈના રોજ, ભારત સરકાર દ્વારા 9 NDRF ટીમોને વિમાન દ્વારા કેરળ ત્યાં ભૂસ્ખલનના કિસ્સામાં મોકલવામાં આવી હતી. તેમણે પૂછ્યું કે કેરળ સરકારે ત્યાં રહેતા નબળા લોકોને કેમ શિફ્ટ ન કર્યા કારણ કે જો તેમને શિફ્ટ કરવામાં આવ્યા હોત તો આટલા લોકોએ જીવ ના ગુમાવ્યા હોત.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે શ્રી નરેન્દ્ર મોદી 2014માં પ્રધાનમંત્રી બન્યા પછી ભારતમાં વિશ્વની સૌથી આધુનિક પૂર્વ ચેતવણી પ્રણાલી સ્થાપિત કરવા માટે કામ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ભારત એ ચાર દેશોમાં સામેલ છે જે 7 દિવસ પહેલા આ પ્રકારની દુર્ઘટનાની આગાહી કરે છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે SDRF હેઠળ, કોઈપણ રાજ્ય પોતાની રીતે 10 ટકા રકમ બહાર પાડી શકે છે અને ભારત સરકારની માર્ગદર્શિકાને અનુસરીને કોઈપણ મંજૂરી વિના 100 ટકા રકમ બહાર પાડી શકે છે. તેમણે કહ્યું કે 2014થી 2024 દરમિયાન પશ્ચિમ બંગાળ માટે 6,244 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 4,619 કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે 7 દિવસ પહેલા વહેલી ચેતવણી આપવામાં આવી હતી અને NDRFની 9 બટાલિયન 23 જુલાઈએ મોકલવામાં આવી હતી અને ગઈકાલે 3 બટાલિયન મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ સમય કેરળ સરકાર અને તેના લોકો સાથે ઉભા રહેવાનો છે. શ્રી શાહે પુનરોચ્ચાર કર્યો કે નરેન્દ્ર મોદી સરકાર સંકટની આ ઘડીમાં કેરળના લોકો અને સરકારની સાથે ખડકની જેમ ઊભી રહેશે.



(Release ID: 2039727) Visitor Counter : 56