નાણા મંત્રાલય
સરકારી યોજનાઓ અને નીતિઓ હેઠળ લાભ માટે લાયક ન હોય તેવા યુવાનોને મદદ કરવા માટે રૂ. 10 લાખ સુધીની ઉચ્ચ શિક્ષણ લોન માટે નાણાકીય સહાય
ઈ-વાઉચર દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને સીધા જ આપવામાં આવશે
અનુસંધાન નેશનલ રિસર્ચ ફંડ મૂળભૂત સંશોધન અને પ્રોટોટાઈપ ડેવલપમેન્ટ માટે કાર્યરત થશે
Posted On:
23 JUL 2024 12:51PM by PIB Ahmedabad
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે સરકારી યોજનાઓ અને નીતિઓ હેઠળ કોઈ લાભ મેળવવાને પાત્ર ન હોય તેવા યુવાનોને મદદ કરવા માટે સ્થાનિક સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે રૂ. 10 લાખ સુધીની લોન માટે નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરતી વખતે કહ્યું કે આ હેતુ માટે ઇ-વાઉચર્સ દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને લોનની રકમના 3 ટકાના વાર્ષિક વ્યાજ સહાય માટે સીધા આપવામાં આવશે.
કેન્દ્રીય નાણાં મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અનુસંધાન રાષ્ટ્રીય સંશોધન ભંડોળ મૂળભૂત સંશોધન અને પ્રોટોટાઇપ વિકાસ માટે કાર્યરત કરવામાં આવશે. ઉપરાંત વચગાળાના બજેટમાં થયેલી જાહેરાતને અનુરૂપ રૂ. 1 લાખ કરોડના ધિરાણ પૂલ સાથે વાણિજ્યિક ધોરણે ખાનગી ક્ષેત્ર-સંચાલિત સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવશે.
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2035883)
Visitor Counter : 70
Read this release in:
English
,
Khasi
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam