નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટેની નીતિ વિદ્યુત સંગ્રહ માટે લાવવામાં આવશે


કેન્દ્રીય બજેટમાં સોલાર સેલ અને પેનલ્સના ઉત્પાદનમાં ઉપયોગ માટે મુક્તિ આપવામાં આવેલ કેપિટલ ગુડ્સની સૂચિને વિસ્તૃત કરવાની ઘોષણા

AUSC ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 800 મેગાવોટનો સંપૂર્ણ વ્યાપારી પ્લાન્ટ સ્થાપવા માટે NTPC અને ભેલ વચ્ચેનું સંયુક્ત સાહસ

PM સૂર્ય ઘર મફત બિજલી યોજનામાં 1.28 કરોડથી વધુ નોંધણીઓ અને 14 લાખ અરજીઓ નોંધાઈ

Posted On: 23 JUL 2024 12:52PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે રોજગાર, વૃદ્ધિ અને પર્યાવરણીય સ્થિરતાની અનિવાર્યતાઓને સંતુલિત કરતા યોગ્ય ઊર્જા સંક્રમણ માર્ગો પર એક નીતિગત દસ્તાવેજ લાવવાની જાહેરાત કરી છે. આજે સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર 2024-2025 રજૂ કરતી વખતે, મંત્રીએ જણાવ્યું હતું કે, આ ઉપલબ્ધતા, સુલભતા અને પરવડે તેવી ક્ષમતાની દ્રષ્ટિએ ઊર્જા સુરક્ષાની સાથે ઉચ્ચ અને વધુ સંસાધન-કાર્યક્ષમ આર્થિક વૃદ્ધિને જાળવી રાખવાની સરકારની વ્યૂહરચનાને સુસંગત છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001Q6CC.jpg

કેન્દ્રીય મંત્રીએ આ સંબંધમાં નીચેનાં પગલાં લેવાની જાહેરાત કરી હતીઃ

પમ્પ્ડ સ્ટોરેજ પોલિસી

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, વીજળીનાં સંગ્રહ માટે પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા માટે એક નીતિ લાવવામાં આવશે અને એકંદર ઊર્જા મિશ્રણમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનાં વધતાં હિસ્સાને તેની વિવિધતા અને તૂટક તૂટક પ્રકૃતિ સાથે સરળ રીતે સંકલિત કરવાની સુવિધા આપવામાં આવશે.

જળવાયુ પરિવર્તન સામેની લડાઈમાં ઊર્જા સંક્રમણને મહત્ત્વપૂર્ણ ગણાવતાં નાણાં મંત્રીએ દેશમાં સોલર સેલ્સ અને પેનલ્સના ઉત્પાદનમાં ઉપયોગ માટે મુક્તિ પ્રાપ્ત મૂડીગત ચીજવસ્તુઓની યાદી વિસ્તૃત કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, સૌર કાચ અને ટીનવાળા કોપર ઇન્ટરકનેક્ટની પર્યાપ્ત સ્થાનિક ઉત્પાદન ક્ષમતાને ધ્યાનમાં રાખીને, બજેટ 2024-25માં તેમને પૂરી પાડવામાં આવતી કસ્ટમ્સ ડ્યુટીની મુક્તિમાં વધારો નહીં કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

નાના અને મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટર્સનું સંશોધન અને વિકાસ

નાણાં મંત્રી દ્વારા ભાર મૂકવામાં આવ્યા મુજબ વિકાસશીલ ભારત માટે ઊર્જા મિશ્રણનો પરમાણુ ઊર્જા ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બનવાની અપેક્ષા છે. આ ઉદ્દેશ પાર પાડવા માટે સરકાર (1) ભારત સ્મોલ રિએક્ટર્સની સ્થાપના, (2) ભારત સ્મોલ મોડ્યુલર રિએક્ટરનાં સંશોધન અને વિકાસ તથા (3) પરમાણુ ઊર્જા માટે નવી ટેકનોલોજીનાં સંશોધન અને વિકાસ માટે ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરશે. વચગાળાના બજેટમાં જાહેર કરાયેલ આર એન્ડ ડી ફંડિંગ આ સેક્ટર માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અદ્યતન અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ્સ

નાણાં મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, ઘણી ઊંચી કાર્યદક્ષતા ધરાવતાં એડવાન્સ અલ્ટ્રા સુપર ક્રિટિકલ (એયુએસસી) થર્મલ પાવર પ્લાન્ટ્સ માટે સ્વદેશી ટેકનોલોજીનો વિકાસ પૂર્ણ થઈ ગયો છે. શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે એનટીપીસી અને ભેલ વચ્ચે સંયુક્ત સાહસથી એયુએસસી ટેકનોલોજીનો ઉપયોગ કરીને 800 મેગાવોટનો સંપૂર્ણ સ્કેલનો વાણિજ્યિક પ્લાન્ટ સ્થાપિત થશે અને સરકાર જરૂરી નાણાકીય સહાય પ્રદાન કરશે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્લાન્ટ્સ માટે હાઈ-ગ્રેડ સ્ટીલના ઉત્પાદન માટે સ્વદેશી ક્ષમતા અને અન્ય 15 અદ્યતન મેટલર્જી મટિરિયલ્સના વિકાસથી અર્થતંત્રને મજબૂત સ્પિન-ઓફ લાભો મળશે.

'હાર્ડ ટુ એબેટ' ઉદ્યોગો માટેનો રોડમેપ

નાણામંત્રીએ એમ પણ ઉમેર્યું હતું કે, 'હાર્ડ ટુ એબિટ' ઉદ્યોગોને 'ઊર્જા કાર્યદક્ષતા'ના લક્ષ્યાંકોમાંથી 'ઉત્સર્જન લક્ષ્યાંકો' સુધી લઈ જવા માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. તેમણે જાહેરાત કરી હતી કે, આ ઉદ્યોગોને વર્તમાન 'પરફોર્મ, એચિવ એન્ડ ટ્રેડ' મોડથી 'ઇન્ડિયન કાર્બન માર્કેટ' મોડમાં પરિવર્તિત કરવા માટે યોગ્ય નિયમનો લાગુ કરવામાં આવશે.

પારંપરિક સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને ટેકો

નાણામંત્રીએ જણાવ્યું હતું કે, બ્રાસ અને સિરામિક સહિત 60 ક્લસ્ટરમાં પરંપરાગત સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોનું ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ એનર્જી ઓડિટ સુવિધાજનક બનાવવામાં આવશે. તેમને ઊર્જાના સ્વચ્છ સ્વરૂપોમાં સ્થાનાંતરિત કરવા અને ઊર્જા કાર્યક્ષમતાનાં પગલાંના અમલીકરણ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. મંત્રીએ કહ્યું કે આ યોજનાનું આગામી તબક્કામાં અન્ય 100 ક્લસ્ટરોમાં પુનરાવર્તન કરવામાં આવશે.

પ્રધાનમંત્રી સૂર્યા ઘર ફ્રી વીજળી યોજના

વચગાળાના બજેટમાં આ જાહેરાતને અનુરૂપ પ્રધાનમંત્રી સૂર્યા ઘર મુફ્ત બિજલી યોજના શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ રૂફટોપ સોલર પ્લાન્ટ સ્થાપિત કરવાનો છે, જેથી દર મહિને 1 કરોડ પરિવારોને 300 યુનિટ સુધીની મફત વીજળી મળી શકે. આ યોજનાને 1.28 કરોડથી વધુ રજિસ્ટ્રેશન અને 14 લાખ અરજીઓ સાથે નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે અને સરકાર તેને વધુ પ્રોત્સાહિત કરશે, એમ નાણાં પ્રધાને જણાવ્યું હતું.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2035862) Visitor Counter : 71