ગૃહ મંત્રાલય

ભારત સરકારે દર વર્ષે 25 જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે મનાવવાનું નક્કી કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની આગેવાની હેઠળની સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણયનો હેતુ જુલમી સરકાર-ગૃહમંત્રીના હાથે અકલ્પનીય સતાવણીનો સામનો કરવા છતાં લોકશાહીને પુનર્જીવિત કરવા માટે સંઘર્ષ કરનારા લાખો લોકોની ભાવનાને સન્માન આપવાનો છે

'સંવિધાન હત્યા દિવસ' નું પાલન દરેક ભારતીયમાં વ્યક્તિગત સ્વતંત્રતા અને આપણી લોકશાહીના સંરક્ષણની શાશ્વત જ્યોતને જીવંત રાખવામાં મદદ કરશે, આમ કોઈપણ સરમુખત્યારશાહી શક્તિને તે ભયાનકતાનું પુનરાવર્તન કરતા અટકાવશે - શ્રી અમિત શાહ

25 જૂન, 1975ના રોજ, તત્કાલિન પ્રધાનમંત્રીએ સરમુખત્યારશાહી માનસિકતાના નિર્લજ્જ પ્રદર્શનમાં, રાષ્ટ્ર પર કટોકટી લાદીને આપણી લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું

આ દિવસ 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના વિશાળ યોગદાનને યાદ કરશે

ભારત સરકારે દર વર્ષે 25 જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે

Posted On: 12 JUL 2024 5:40PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે એક્સ પ્લેટફોર્મ પર પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, 25 જૂન, 1975ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રીએ સરમુખત્યારશાહી માનસિકતાનું નિર્લજ્જ પ્રદર્શન કરીને દેશ પર કટોકટી લાદીને આપણા લોકતંત્રની આત્માનું ગળું દબાવી દીધું હતું. પોતાના કોઈ વાંક વગર લાખો લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ શાંત થઈ ગયો હતો. ભારત સરકારે દર વર્ષે 25 જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ દિવસ 1975ની કટોકટીની અમાનુષી પીડાઓ સહન કરનારા તમામ લોકોના વિશાળ યોગદાનની યાદ અપાવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં સરકારે જે નિર્ણય લીધો છે, તેનો આશય એવા લાખો લોકોની ભાવનાનું સન્માન કરવાનો છે, જેમણે દમનકારી સરકારનાં હાથે ન સમજાય તેવી સતામણીનો સામનો કરવા છતાં લોકશાહીને પુનર્જીવિત કરવા માટે સંઘર્ષ કર્યો હતો. 'સંવિધાન હત્યા દિવસ'ની ઉજવણી દરેક ભારતીયમાં વ્યક્તિગત સ્વતંત્રતાની શાશ્વત જ્યોત અને આપણી લોકશાહીના સંરક્ષણને જીવંત રાખવામાં મદદ કરશે, આમ કોઈ પણ સરમુખત્યારશાહી શક્તિને તે ભયાનકતાઓનું પુનરાવર્તન કરતા અટકાવશે.

AP/GP/JD



(Release ID: 2032858) Visitor Counter : 36