પર્યાવરણ અને વન મંત્રાલય
વાયુ ગુણવત્તા, જળવાયુ પરિવર્તન, વન, પ્રાકૃતિક સંસાધનો, નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો અને વન્યજીવન પર ભારત અને ભૂટાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક
Posted On:
12 JUL 2024 11:38AM by PIB Ahmedabad
ભૂટાન સરકારના ઉર્જા અને પ્રાકૃતિક સંસાધન મંત્રી શ્રી જેમ શેરિંગના નેતૃત્વમાં ભૂટાનની રોયલ સરકારનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનના રાજ્ય મંત્રી શ્રી કીર્તિ વર્ધન સિંહ સાથે મુલાકાત કરી તથા વાયુ ગુણવત્તા, જળવાયુ પરિવર્તન, વન, પ્રાકૃતિક સંસાધનો, વન્યજીવન અને નવીનીકરણીય ઉર્જા સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી.
શ્રી કીર્તિ વર્ધન સિંહે ભારતની વૈશ્વિક પહેલ આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સમાં જોડાવા બદલ ભૂટાનના મંત્રીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે બંને દેશો સમાન ભૂગોળ, ઇકોસિસ્ટમ તેમજ લોકશાહીના સમાન મૂલ્યો ધરાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જળવાયુ પરિવર્તન બંને દેશો માટે એક સમાન ચિંતાનો વિષય છે.
શ્રી શેરિંગે એપ્રિલ 2024માં પારોમાં ટાઇગર લેન્ડસ્કેપ કોન્ફરન્સ માટે સસ્ટેનેબલ ફાઇનાન્સ સફળતાપૂર્વક હોસ્ટ કરવા વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભૂટાન પહેલેથી જ કાર્બન નકારાત્મક દેશ છે અને તેનો મોટો હિસ્સો હાઇડ્રોપાવરમાંથી મેળવે છે.
બંને પક્ષો જળવાયુ પરિવર્તન, વાયુની ગુણવત્તા, વન, વન્યજીવન વ્યવસ્થાપન અને પર્યાવરણ તેમજ જળવાયુ પરિવર્તનના ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા સંમત થયા હતા. ભારતે સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક યોજવાનું સૂચન કર્યું.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2032671)
Visitor Counter : 143