પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ હાથરસની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, પીડિતો માટે અનુગ્રહ રાશિની જાહેરાત કરી

Posted On: 02 JUL 2024 8:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં હાથરસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું અને દરેક મૃતકો અને ઇજાગ્રસ્તનાં પરિવારજનોને અનુગ્રહ રાશિ આપવાની જાહેરાત કરી હતી.

શ્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ (પીએમએનઆરએફ)માંથી પ્રત્યેક મૃત્યુ પામેલી વ્યક્તિનાં પરિવારજનો માટે રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય આપવાની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું છે:

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ હાથરસમાં થયેલી દુર્ઘટનામાં પ્રત્યેક મૃતકોનાં પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી રૂ. 2 લાખની સહાય જાહેર કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે."

 

 

શ્રી મોદીએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના વિશે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ સાથે પણ વાત કરી હતી અને પીડિતોને સમયસર મદદ કરવાની ખાતરી આપી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી:

"उत्तर प्रदेश के हाथरस में हुए दुखद हादसे को लेकर मुख्यमंत्री योगी आदित्यनाथ जी से बात की। यूपी सरकार सभी पीड़ितों की हरसंभव सहायता में जुटी हुई है। मेरी संवेदनाएं उन लोगों के साथ हैं, जिन्होंने इसमें अपने प्रियजनों को खोया है। इसके साथ ही मैं सभी घायलों के जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं। @myogiadityanath"

AP/GP/JD


(Release ID: 2030315) Visitor Counter : 108