પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમને કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિનો ટેલિફોન કોલ મળ્યો


પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ટોકાયેવનો તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ માટે આભાર માન્યો

બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

પીએમએ કઝાખસ્તાનમાં SCO સમિટની સફળતા માટે સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું

Posted On: 25 JUN 2024 6:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ મહામહિમ કાસિમ-જોમાર્ટ ટોકાયેવ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી..

રાષ્ટ્રપતિ ટોકાયેવે વિશ્વની સૌથી મોટી લોકશાહી કવાયતના સફળ સંચાલન અને ઐતિહાસિક સતત ત્રીજી મુદત માટે પુનઃચૂંટણી બદલ પ્રધાનમંત્રીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ તેમના ઉષ્માભર્યા અભિવાદન માટે તેમનો આભાર માન્યો. બંને નેતાઓએ દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ અસ્તાનામાં આગામી SCO સમિટની સફળતા માટે ભારતના સંપૂર્ણ સમર્થનની જાણ કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કઝાકિસ્તાનનું નેતૃત્વ પ્રાદેશિક સહયોગને આગળ વધારવામાં મોટો ફાળો આપશે.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

AP/GP/JD


(Release ID: 2028619) Visitor Counter : 74