પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 18-19 જૂને ઉત્તરપ્રદેશ અને બિહારની મુલાકાત કરશે


પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશમાં કિસાન સન્માન સંમેલનમાં હાજરી આપશે

પ્રધાનમંત્રી 20,000 કરોડથી વધુની રકમની પીએમ કિસાનનો 17મો હપ્તો જાહેર કરશે

પ્રધાનમંત્રી સ્વસહાય જૂથોની 30,000થી વધુ મહિલાઓને કૃષિ સખીઓ તરીકે પ્રમાણપત્ર પ્રદાન કરશે

પ્રધાનમંત્રી બિહારમાં નાલંદા યુનિવર્સિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે

Posted On: 17 JUN 2024 9:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 અને 19 જૂન, 2024ના રોજ ઉત્તરપ્રદેશ અને બિહારની મુલાકાત લેશે.

18મી જૂને સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના વારાણસીમાં પીએમ કિસાન સન્માન સંમેલનમાં ભાગ લેશે. સાંજે લગભગ 7 વાગ્યે પ્રધાનમંત્રી દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીના સાક્ષી બનશે. રાત્રે લગભગ 8 વાગ્યે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અને દર્શન પણ કરશે.

19મી જૂને સવારે લગભગ 9.45 વાગ્યે પ્રધાનમંત્રી નાલંદાના અવશેષોની મુલાકાત લેશે. સવારે લગભગ 10.30 વાગ્યે પ્રધાનમંત્રી બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને સંબોધિત પણ કરશે.

ઉત્તરપ્રદેશમાં પીએમ
ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ
, પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન નિધિના 17મા હપ્તાને મંજૂરી આપતા પોતાની પહેલી ફાઈલ પર હસ્તાક્ષર કર્યા, જે ખેડૂત કલ્યાણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રતિબદ્ધતાને યથાવત રાખતા, પ્રધાનમંત્રી પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ લગભગ 9.26 કરોડ લાભાર્થી ખેડૂતોને રૂ. 20,000 કરોડથી વધુની રકમનો 17મો હપ્તો જાહેર કરશે. અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ પાત્ર ખેડૂત પરિવારોને પીએમ-કિસાન અંતર્ગત રૂ. 3.04 લાખ કરોડથી વધુના લાભો મળ્યા છે.

કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી સ્વસહાય જૂથો (એસએચજી)ની 30,000થી વધુ મહિલાઓને કૃષિ સખીઓ તરીકે પ્રમાણપત્રો પણ પ્રદાન કરશે.

કૃષિ સખી કન્વર્જન્સ પ્રોગ્રામ (કેએસસીપી)નો ઉદ્દેશ્ય કૃષિ સખી તરીકે ગ્રામીણ મહિલાઓને સશક્તિકરણ દ્વારા ગ્રામીણ ભારતમાં પરિવર્તન કરવાનો છે, જેમાં કૃષિ સખીઓને પેરા-એક્સ્ટેંશન વર્કર તરીકે તાલીમ અને પ્રમાણપત્ર આપવાનું સામેલ છે. આ પ્રમાણપત્ર કોર્સ “લખપતિ દીદી” કાર્યક્રમના ઉદ્દેશ્યો સાથે પણ સંરેખિત છે.

બિહારમાં પીએમ
પ્રધાનમંત્રી બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.

યુનિવર્સિટીની કલ્પના ભારત અને પૂર્વ એશિયા સમિટ (ઈએએસ) દેશો વચ્ચેના સંયુક્ત સહયોગ તરીકે કરવામાં આવી છે. ઉદ્ઘાટન સમારોહમાં 17 દેશોના મિશનના પ્રમુખો સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો હાજરી આપશે.

કેમ્પસમાં 40 વર્ગખંડોવાળા બે શૈક્ષેણિક બ્લોક્સ છે, જેની કુલ બેઠક ક્ષમતા લગભગ 1900 છે. તેમાં બે ઓડિટોરિયમ છે જેમાં પ્રત્યેકમાં 300 બેઠકોની ક્ષમતા છે. આ ઉપરાંત લગભગ 550 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતા વિદ્યાર્થી છાત્રાલય પણ છે. તેમાં ઇન્ટરનેશનલ સેન્ટર, એમ્ફીથિયેટર સહિતની અન્ય વિવિધ સુવિધાઓ પણ છે જેમાં 2000 જેટલા વ્યક્તિઓ સમાવી શકવાની ક્ષમતા છે, ફેકલ્ટી ક્લબ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત અન્ય સુવિધાઓ પણ છે.

કેમ્પસ એ 'નેટ ઝીરો' ગ્રીન કેમ્પસ છે. તે સોલાર પ્લાન્ટ, ઘરેલું અને પીવાના પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ, ગંદા પાણીનો પુનઃઉપયોગ કરવા માટેનો વોટર રિસાયક્લિંગ પ્લાન્ટ, 100 એકર વોટર બોડીઝ અને અન્ય ઘણી પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ સાથે આત્મનિર્ભર છે.

યુનિવર્સિટીનો ઇતિહાસ સાથે ઊંડો સંબંધ છે. લગભગ 1600 વર્ષ પહેલાં સ્થપાયેલી મૂળ નાલંદા યુનિવર્સિટીને વિશ્વની પ્રથમ રેસિડેન્શિયલ યુનિવર્સિટીઓમાં ગણવામાં આવે છે. 2016માં, નાલંદાના ખંડેરોને યુએન હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2025843) Visitor Counter : 60