જળશક્તિ મંત્રાલય
શ્રી સી. આર. પાટીલે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો
જળશક્તિ મંત્રાલય જળ સંરક્ષણ, સાફસફાઈ અને વ્યવસ્થાપનમાં નવા માપદંડો સ્થાપિત કરશે તે નક્કી છેઃ શ્રી સી. આર. પાટીલ
Posted On:
11 JUN 2024 6:39PM by PIB Ahmedabad
શ્રી ચંદ્રકાંત રઘુનાથ પાટિલે આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રીનો હોદ્દો સંભાળ્યો હતો. કાર્યભાર સંભાળ્યા પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો મંત્રાલયની જવાબદારી પર વિશ્વાસ મૂકવા બદલ તેમનો આભાર માન્યો હતો. શ્રી પાટીલ ગુજરાતના નવસારી લોકસભા મતવિસ્તારમાંથી ત્રણ વખત સંસદસભ્ય રહી ચૂક્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર ઉપરોક્ત પોસ્ટમાં શ્રી પાટિલે કહ્યું હતું કે, "હું દ્રઢનિશ્ચયી છું કે જલ શક્તિ મંત્રાલય જળ સંરક્ષણ, સ્વચ્છતા અને વ્યવસ્થાપનમાં નવા માપદંડો સ્થાપિત કરશે. આ દિશામાં અમે સંયુક્ત પ્રયાસોને પ્રોત્સાહન આપીશું અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જળ સંપત્તિનું સંરક્ષણ કરીશું."
શ્રી પાટીલ, કેન્દ્રીય જલ શક્તિ રાજ્યમંત્રી શ્રી વી. સોમન્ના અને શ્રી રાજ ભૂષણ ચૌધરીને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા દેશમાં પાણીની સ્થિતિ અને મંત્રાલયના વિવિધ વિભાગોની કામગીરી વિશે ટૂંકમાં જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં પેયજળ અને સ્વચ્છતા વિભાગના સચિવ સુશ્રી વિની મહાજન, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધાર વિભાગના સચિવ સુશ્રી દેબાશ્રી મુખર્જી તેમજ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
AP/GP/JD
(Release ID: 2024353)
Visitor Counter : 136