સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
શ્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયાએ સંચાર મંત્રાલયનો હવાલો સંભાળ્યો
Posted On:
11 JUN 2024 5:06PM by PIB Ahmedabad
શ્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયાએ આજે અહીં સંચાર મંત્રીનો કાર્યભાર સંભાળ્યો
મીડિયાને સંબોધન કરતાં તેમણે ભારતની લંબાઈ અને પહોળાઈને જોડવામાં આજના સમયમાં દૂરસંચાર વિભાગ (ડીઓટી) તેમજ ઇન્ડિયા પોસ્ટના મહત્વ પર ભાર મૂક્યો હતો. "હું સન્માનની લાગણી અનુભવું છું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મને સંચાર મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. છેલ્લાં 10 વર્ષમાં અમારી સરકારે આ ક્ષેત્રમાં પરિવર્તન લાવ્યું છે અને આજે હું ભારતને એક ટકાઉ, ગ્રાહક કેન્દ્રિત અને સ્પર્ધાત્મક ટેલિકમ્યુનિકેશન્સ અને પોસ્ટલ માર્કેટ બનાવવાની મારી દ્રઢ પ્રતિબદ્ધતાને પુનઃવ્યક્ત કરવા ઇચ્છું છું, એમ તેમણે જણાવ્યું હતું.
સંચાર મંત્રીએ ટેલિકોમ્યુનિકેશન્સમાં થયેલી ક્રાંતિનો શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વને આપ્યો હતો અને 140 કરોડ નાગરિકોની આકાંક્ષાઓને અનુરૂપ આ કામગીરી સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની અને શ્રેષ્ઠ પ્રયાસો કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મંત્રાલયના અધિકારીએ શ્રી સિંધિયાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને મંત્રાલયના લક્ષ્યાંકો હાંસલ કરવામાં તેમના સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. તેમના વિસ્તૃત અનુભવ અને ગતિશીલ નેતૃત્વથી સંચાર મંત્રાલયમાં એક નવો દ્રષ્ટિકોણ અને નવું જોમ લાવવાની અપેક્ષા છે.
મંત્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયાની ટ્વીટ લિંક: https://twitter.com/JM_Scindia/status/1800433070413152579?t=lSd2E36lAoARrmhijo1zkA&s=19
વધુ ફોટાઓ અને વિડિયો સાથે લિંક કરો: https://drive.google.com/drive/folders/1nP-n5_cv21jSF7TjJnFvoHOCBJZ3JC_o
AP/GP/JD
(Release ID: 2024342)
Visitor Counter : 97