સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
શ્રી જગત પ્રકાશ નડ્ડાએ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીનો કાર્યભાર સંભાળ્યો
Posted On:
11 JUN 2024 3:12PM by PIB Ahmedabad
શ્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે અહીં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ અને સુશ્રી અનુપ્રિયા પટેલ, એમઓએસ (એમઓએચએફડબલ્યુ) પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

શ્રી જે પી નડ્ડાએ 1975માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1989માં લોકસભા ચૂંટણી દરમિયાન તેમને ભાજપની યુવા પાંખના ચૂંટણી પ્રભારી તરીકે મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ તેઓ પોતાના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને ત્રણ વખત જીત્યા હતા. તેઓ હિમાચલ પ્રદેશમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. તેમણે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને ભાજપ સંસદીય બોર્ડના સભ્ય સચિવની જવાબદારીઓ પણ નિભાવી હતી. તેઓ નવેમ્બર 2014 થી મે 2019 સુધી કેન્દ્રીય આરોગ્ય પ્રધાનના હોદ્દા પર રહ્યા હતા.

શ્રી જે પી નડ્ડાએ કાર્યભાર સંભાળ્યા પછી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત પણ કરી હતી, જ્યાં તેમને હાલ ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ વિશે જાણકારી આપવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રીનું સ્વાગત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ કર્યું હતું, જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ શ્રી અપૂર્વ ચંદ્રા અને અધિક સચિવ (સ્વાસ્થ્ય) શ્રીમતી રોલી સિંહ સામેલ છે.
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2024167)
Visitor Counter : 254
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam