પ્રધાનમંત્રીનું કાર્યાલય
શ્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા
Posted On:
09 JUN 2024 11:55PM by PIB Ahmedabad
શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારંભમાં સતત ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી અને તેમના મંત્રી સ્તરના સાથીદારોને શપથ લેવડાવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આજે સાંજે આયોજિત સમારંભમાં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. હું 140 કરોડ ભારતીયોની સેવા કરવા અને ભારતને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મંત્રી પરિષદની સાથે કામ કરવા આતુર છું.
આજે શપથ લેનાર તમામ લોકોને અભિનંદન. મંત્રીઓની આ ટીમ યુવા અને અનુભવીનું ઉત્તમ મિશ્રણ છે અને અમે તમામ દેશવાસીઓના જીવનને વધુ યોગ્ય બનાવવામાં કોઈ કસર છોડીશું નહીં.
શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થયેલા તમામ વિદેશી મહાનુભાવોનો હું આભારી છું. માનવ પ્રગતિના અનુસંધાનમાં ભારત હંમેશા પોતાના મૂલ્યવાન ભાગીદારો સાથે મળીને કામ કરશે."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2023684)
Visitor Counter : 95
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam