પ્રધાનમંત્રીનું કાર્યાલય
નેપાળના પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી મોદીને ફોન કરીને ઐતિહાસિક ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા
પ્રધાનમંત્રી મોદીએ ગયા વર્ષે નેપાળના પ્રધાનમંત્રીની ફળદાયી મુલાકાતને યાદ કરી
નેપાળ ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસીમાં ખાસ ભાગીદાર છે
प्रविष्टि तिथि:
05 JUN 2024 10:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી માનનીય પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી પ્રચંડે ભારતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી સામાન્ય ચૂંટણીઓમાં ત્રીજી મુદત માટે ઐતિહાસિક જીત મેળવવા બદલ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારત-નેપાળના સંબંધો વધુ મજબૂત બનશે.
પ્રધાનમંત્રી મોદીએ શુભેચ્છા પાઠવવા બદલ પ્રધાનમંત્રી ‘પ્રચંડ’નો આભાર માન્યો હતો. તેમણે ગયા વર્ષે નેપાળના પ્રધાનમંત્રીની ભારત મુલાકાતને યાદ કરતાં નોંધ્યું હતું કે, તે સમયે તેઓએ બંને દેશો વચ્ચે પરંપરાગત, મૈત્રીપૂર્ણ અને બહુપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ઘણી પહેલ કરી હતી.
નેપાળ ભારત સાથે ઊંડા સાંસ્કૃતિક અને સભ્યતાના સંબંધો વહેંચે છે અને ભારતની 'નેબરહુડ ફર્સ્ટ' નીતિમાં ખાસ ભાગીદાર છે. ટેલિફોન કોલ બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરાઓ યથાવત રાખે છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2023041)
आगंतुक पटल : 139
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam