સંરક્ષણ મંત્રાલય
ICGએ કેરળના કિનારે ગંભીર રીતે બીમાર માછીમારને બચાવ્યો
Posted On:
08 MAY 2024 11:37AM by PIB Ahmedabad
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)એ 07 મે, 2024ના રોજ કેરળના બેપોરથી લગભગ 40 નોટિકલ માઇલ દૂર ભારતીય ફિશિંગ બોટ (IFB) જઝીરામાંથી ગંભીર રીતે બીમાર માછીમારને બચાવ્યો હતો. માછીમારને દરિયામાં પડ્યા પછી લગભગ ડૂબવાની ઘટનાનો અનુભવ થયો હતો. IFB દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ ફેફસામાં વધુ પાણી ભરાવાને કારણે તેની તબિયત લથડી હતી.
બોટ દ્વારા બાદમાં એક તબીબી સંકટ કોલ કરવામાં આવ્યો, જેનો ICG દ્વારા જવાબ આપવામાં આવ્યો. તેણે કોચીની મેડિકલ ટીમ સાથે આર્યમન અને સી-404 જહાજો અને તેના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરની નિયુક્તી કરી. ICG અસ્કયામતોએ આઈએફબીની ભાળ મેળવી અને દર્દીને કોચી ખાતે એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ICG દ્વારા ઝડપી અને ત્વરિત સંકલન એ તેના સૂત્ર ‘વયમ રક્ષામા’ને અનુરૂપ, સમુદ્રમાં અન્ય એક જીવનનું રક્ષણ કર્યું હતું.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2019920)
Visitor Counter : 83