ચૂંટણી આયોગ

ભારતીય ચૂંટણી પંચે રાજકીય પક્ષો અને તેમના પ્રતિનિધિઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના જવાબદાર અને નૈતિક ઉપયોગના નિર્દેશ આપ્યા


ખાસ કરીને રાજકીય પક્ષોના ધ્યાન પર લાવવામાં આવેલી ખોટી માહિતી અને કૃત્રિમ સામગ્રીનો સામનો કરવા માટે હાલનું કાનૂની માળખું લાવવામાં આવ્યું છે

પાર્ટીઓએ તેમના ધ્યાનમાં આવ્યાના 3 કલાકની અંદર બનાવટી સામગ્રીને દૂર કરવાની રહેશે

Posted On: 06 MAY 2024 6:47PM by PIB Ahmedabad

ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે રાજકીય પક્ષો/તેમના પ્રતિનિધિઓ દ્વારા એમસીસીના કેટલાક ઉલ્લંઘનો અને હાલની કાયદાકીય જોગવાઈઓની નોંધ લઈને પંચે આજે રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયાના જવાબદાર અને નૈતિક ઉપયોગ માટે નિર્દેશો જારી કર્યા છે, જેથી તમામ હિતધારકો વચ્ચે લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરી શકાય.

લિંક:

https://www.eci.gov.in/eci-backend/public/api/download?url=LMAhAK6sOPBp%2FNFF0iRfXbEB1EVSLT41NNLRjYNJJP1KivrUxbfqkDatmHy12e%2FztfbUTpXSxLP8g7dpVrk7%2FeVrNt%2BDLH%2BfDYj3Vx2GKWdqTwl8TJ87gdJ3xZOaDBMndOFtn933icz0MOeiesxvsQ%3D%3D

પંચે ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતાને જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકતા, જાણકારીને વિકૃત કરવા કે ખોટી માહિતીનો પ્રચાર કરવા માટે એઆઈ આધારિત સાધનોના દુરુપયોગ સામે ચેતવણી પણ આપી છે. ઇસીઆઈએ રાજકીય પક્ષોનાં ધ્યાનમાં હાલની કાનૂની જોગવાઈઓને લાવી છે જે ખોટી  માહિતી અને ડીપ ફેકનો ઉપયોગ કરીને ખોટી ઓળખ વિરુદ્ધ નિયમનકારી માળખાનું સંચાલન કરે છે. જેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રૂલ્સ 2021, ભારતીય દંડ સંહિતા અને બે કાયદાઓનું માળખું એટલે કે લોક પ્રતિનિધિત્વ ધારા, 1950 અને 1951 તથા આદર્શ આચારસંહિતાની જોગવાઈઓ સામેલ છે.

હાલની કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને, અન્ય દિશાનિર્દેશોની સાથે, પાર્ટીઓને ખાસ કરીને ડીપ ફેક ઓડિયો / વીડિયોને પ્રકાશિત અને પ્રસારિત કરવાથી દૂર રહેવા, કોઈ પણ ખોટી સૂચના કે માહિતીનો પ્રસાર કરવા, જે સ્પષ્ટ રૂપે ખોટી, અસત્ય અથવા ગેરમાર્ગે દોરનારી પોસ્ટ  કરવાથી દૂર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. મહિલાઓ પ્રત્યે અપમાનજનક સામગ્રીથી દૂર રહેવા, અભિયાનમાં બાળકોના ઉપયોગથી બચવા,પ્રાણીઓ પર હિંસા અથવા તેમને નુકસાન પહોંચાડવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે.

પાર્ટીઓને સૂચના આપવામાં આવી છે કે આવી કોઈ પણ કન્ટેન્ટને તેમના ધ્યાનમાં લાવ્યાના ત્રણ કલાકની અંદર તેને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે, તેમની પાર્ટીમાં જવાબદાર વ્યક્તિને ચેતવણી આપવામાં આવે, સંબંધિત પ્લેટફોર્મ પર ગેરકાયદેસર માહિતી અને બનાવટી વપરાશકર્તાના એકાઉન્ટ્સ અંગે  રિપોર્ટ કરવા અને સતત મુદ્દાઓની ફરિયાદ અપીલ સમિતિ સમક્ષ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો 2021ના નિયમ 3એ હેઠળ પહોંચાડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

AP/GP/JT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2019779) Visitor Counter : 72