પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છઠ્ઠી ઇન્ટરનેશનલ કોન્ફરન્સનમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

Posted On: 24 APR 2024 9:54AM by PIB Ahmedabad

મહાનુભાવો, મિત્રો,

નમસ્કાર! હું આપ સર્વેનું ભારતમાં હાર્દિક સ્વાગત કરું છું. આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સની છઠ્ઠી આવૃત્તિમાં તમારી સાથે હોવું ખૂબ જ સારું છે. તમારી સહભાગિતા આ મહત્વપૂર્ણ મુદ્દા પર વૈશ્વિક વાર્તાલાપ અને નિર્ણયોને મજબૂત બનાવશે.

મિત્રો,

છેલ્લાં થોડાં વર્ષોમાં કોએલિશન ફોર ડિઝાસ્ટર રિસાયલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પ્રભાવશાળી રહ્યો છે. વર્ષ 2019માં જ્યારે સીડીઆરઆઈની શરૂઆત થઈ હતી, ત્યારથી આપણે લાંબી મજલ કાપી છે. હવે તે 39 દેશો અને 7 સંસ્થાઓનું વૈશ્વિક જોડાણ છે. ભવિષ્ય માટે આ એક સારો સંકેત છે.

મિત્રો,

આપણે બધાએ જોયું તેમ, કુદરતી આપત્તિઓ વારંવાર અને વધુ ગંભીર બની રહી છે. જેના કારણે જે નુકસાન થાય તેની અંગેની જાણકારી સામાન્ય રીતે ડોલરમાં આપવામાં આવે છે. પરંતુ લોકો, પરિવારો અને સમુદાયો પર તેમની સાચી અસર માત્ર સંખ્યાની બહાર છે. ધરતીકંપો ઘરોનો નાશ કરે છે, હજારો લોકોને બેઘર બનાવે છે. કુદરતી આપત્તિઓ જળ અને સીવેજ વ્યવસ્થાને વિક્ષેપિત કરી શકે છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઉભું થાય છે. કેટલીક આપત્તિઓ ઊર્જા છોડને અસર કરી શકે છે, જે સંભવિત જોખમી પરિસ્થિતિઓ તરફ દોરી જાય છે. આ બાબતોનો માનવીય પ્રભાવ પડે છે.

મિત્રો,

સારા ભવિષ્ય માટે આપણે આજે સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું પડશે. સ્થિતિસ્થાપકતાને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં પરિબળ બનાવવાની જરૂર છે. આ ઉપરાંત, તેને આપત્તિ પછીના પુનર્નિર્માણનો પણ એક ભાગ બનાવવાની જરૂર છે. આપત્તિઓ પછી, સ્વભાવિક રીતે તાત્કાલિક ધ્યાન કુદરતી રીતે રાહત અને પુનર્વસન પર હોય છે. પ્રારંભિક પ્રતિસાદ પછી, આપણું ધ્યાન માળખાગત સુવિધાઓની સ્થિતિસ્થાપકતાના સમાવેશ પર પણ હોવો જોઈએ.

મિત્રો,

પ્રકૃતિ અને આપત્તિઓને કોઈ સરહદો હોતી નથી. અત્યંત એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં, આપત્તિઓ અને વિક્ષેપો વ્યાપક અસરનું કારણ બને છે. વિશ્વ સામૂહિક રીતે સ્થિતિસ્થાપક ત્યારે જ બની શકે છે, જ્યારે દરેક દેશ વ્યક્તિગત રીતે સ્થિતિસ્થાપક હોય. વહેંચાયેલા જોખમોને કારણે વહેંચાયેલી સ્થિતિસ્થાપકતા મહત્વપૂર્ણ છે. સીડીઆરઆઈ અને આ કોન્ફરન્સ આપણને આ સામૂહિક મિશન માટે એકસાથે આવવામાં મદદ કરે છે.

મિત્રો,

સહિયારી સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરવા માટે, આપણે સૌથી પહેલાં વધુ નબળા લોકોને ટેકો આપવો જોઈએ. ઉદાહરણ તરીકે, નાના ટાપુ વિકાસશીલ રાજ્યોમાં આપત્તિઓનું ઊંચું જોખમ છે. સીડીઆરઆઈનો એક પ્રોગ્રામ છે જે આવા 13 સ્થળોએ પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડે છે. ડોમિનિકામાં સ્થિતિસ્થાપક આવાસો, પાપુઆ ન્યૂ ગિનીમાં સ્થિતિસ્થાપક પરિવહન નેટવર્ક અને ડોમિનિકન રિપબ્લિક અને ફિજીમાં એન્હાન્સ્ડ અર્લી વોર્નિંગ સિસ્ટમ તેના ઉદાહરણો છે. તે આનંદકારક છે કે સીડીઆરઆઈનું ગ્લોબલ સાઉથ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

મિત્રો,

ભારતના જી-20 પ્રેસિડેન્સી દરમિયાન એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું હતું. ચર્ચાના કેન્દ્રમાં નાણાકીય જરુરિયાતન સાથે એક નવું ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. સીડીઆરઆઈના વિકાસની સાથે-સાથે આ પ્રકારનાં પગલાં દુનિયાને સ્થિતિસ્થાપક ભવિષ્ય તરફ લઈ જશે. મને ખાતરી છે કે આગામી બે દિવસ આઇસીડીઆરઆઈમાં ફળદાયી ચર્ચા વિચારણા જોવા મળશે. આભાર. તમારો ખૂબ ખૂબ આભાર!

AP/GP/JT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2018679) Visitor Counter : 141