રાષ્ટ્રપતિ સચિવાલય
મહાવીર જયંતીના પર્વ પર ભારતના રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ
Posted On:
20 APR 2024 7:52PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી. દ્રૌપદી મુર્મુએ મહાવીર જયંતીની પૂર્વ સંધ્યાએ તેમના સંદેશમાં કહ્યું છે:-
“મહાવીર જયંતીના શુભ અવસર પર, હું તમામ સાથી નાગરિકોને, ખાસ કરીને જૈન સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું.
મહાવીર જયંતી એ ભગવાન મહાવીરની જન્મજયંતી છે - "અહિંસા અને કરુણા"નું પ્રતીક. આ તહેવાર આપણને પ્રેમ અને શાંતિનો સંદેશ આપે છે. ભગવાન મહાવીરે આદર્શ અને સંસ્કારી સમાજના નિર્માણ માટે અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય અને ત્યાગનો માર્ગ બતાવ્યો. તેમના ઉપદેશો માનવજાતના કલ્યાણ માટે હંમેશા સુસંગત રહેશે.
આ અવસર પર, ચાલો આપણે સમાજમાં પ્રેમ અને સંવાદિતા ફેલાવવાનો અને રાષ્ટ્રના વિકાસ માટે સમર્પણ સાથે કામ કરવાનો સંકલ્પ કરીએ."
રાષ્ટ્રપતિનો સંદેશ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો -
AP/GP/JD
(Release ID: 2018350)
Visitor Counter : 102